તમારા ઘરમાં પણ છે વંદાનો ત્રાસ?, તો અપનાવો આ ટીપ્સ પછી જુઓ કમાલ
આજકાલ તમામ ઘરોમાં વંદા હોવા એક સામાન્ય વાત થઈ ગઈ છે. તેમના સૌથી વધારે ફેલાવાની જગ્યા રસોડુ અને સ્ટોર રૂમ હોય છે. માર્કેટમાં ઘણા પ્રકારની દવાઓ મળે છે જે દાવો કરે છે કે તેના ઉપયોગથી વંદાને હંમેશા માટે ખતમ કરી શકાય છે. પણ આજે અમે તમને કેટલાક ઘરેલૂ નુસખા વિશે જણાવશું જેના ઉપયોગથી તમે વંદાને ભગાવી શકો છો.
તેજપત્તાની ગંધથી પણ વંદા દૂર ભાગે છે. ઘરના જે ખુણામાં વંદાનો અડ્ડો હોય ત્યાં તમે તેજપત્તાના પાંદડાને મસળીને મુકી દો. તેની તીખી ગંધથી વંદા તરત ભાગવા લાગશે.
લવિંગની તીખી ગંધથી વંદાને તરત ભગાવી શકાય છે. માટે તમને તેનો ઉપયોગ કરીને પણ વંદાને ભગાવી શકો છો.
કેરોસીનના તેલની ગંધ પણ વંદાને બિલ્કુલ પસંદ નથી હોતી. તેની તીખી ગંધ હોવાના કારણે વંદા આ જગ્યાએથી દૂર રહે છે. તમે વંદાની જગ્યાએ આ તેલનો છંટકાવ કરી દો. આમ કરવાથી પણ વંદા બહાર આવીને મરી જશે.
વંદાને ભગાવવા માટે રેડ વાઈનની એક કટોરીમાં નાખીને વંદાની જગ્યાએ મુકી દો. તેની તીખી ગંધ આવતા જ તમામ છુપાયેલા વંદા બહાર આવીને મરી જશે. કે પછી તે જગ્યાને છોડી દેશે.
બોરેક્સ પાવડરનો છંટકાવથી વંદાને તરત ભગાવી શકાય છે આ પણ તે ખતરનાક સાબિત થઈ શકે છે. માટે તેનો છંટકાવ કરતી વખતે તમારા બાળકોને તેનાથી દૂર રાખો.
નોંધ- ઉપર જણાવેલા નુસખા કેટલીક કથિત વાતોના આધારે શેર કરવામાં આવ્યા છે, તેનો ઉપયોગ સાવચેતીથી તેમજ જાણકારની સલાહ બાદ જ કરવો.
#Ns news #Naitik Samachar