તમે ઇન્સ્ટાગ્રામમાં 2FAના કોડ વોટ્સએપ દ્વારા પણ મંગાવી શકશો, જાણો શું છે આ ફીચર
આજની ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાની દુનિયામાં સિક્યોરિટી ખૂબ જરૂરી વસ્તુ છે જે આપણને કોઈ પણ ઓનલાઇન સર્વિસમાં મળવી જોઈએ, અત્યારે આપણે કોઈ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અકાઉંટ ખોલીએ તેમાં આપણને Two-Factor Authenticationનું ફીચર આપવામાં આવે છે જેને ટૂંકમાં 2FA પણ કહેવાય છે.
ઉદાહરણ તરીકે જો કોઈ હેકરને તમારા ઇન્સ્ટાગ્રામ અકાઉંટનો પાસવર્ડ મળી ગયો અને જો તમારા અકાઉંટમાં 2FA ચાલુ ન હોય તો તે હેકર પાસવર્ડની મદદથી તરત તમારું અકાઉંટ ખોલી શકે છે પણ જો 2FA ચાલુ હોય તો ઇન્સ્ટાગ્રામ એ હેકર પાસે એક કોડ માંગશે જે કોડ તમારા રજીસ્ટર કરેલા નંબર પર જ મોકલવામાં આવે છે.
જો કોડ નાખવામાં આવે તો જ ઇન્સ્ટાગ્રામ અકાઉંટ ખૂલે નહિતર ઇન્સ્ટાગ્રામમાં કોડ નાખ્યા વગર તે હેકર અકાઉંટ ન ખોલી શકે, આ ફીચર તમને ગૂગલ જેવી બધી જ સર્વિસમાં મળે છે.
ઇન્સ્ટાગ્રામ હવે તમને ભવિષ્યમાં એવું ફીચર આપી શકે છે જેમાં તમે Whatsapp પર પણ પોતાના 2FA કોડ મંગાવી શકો છો જેથી જો તમારો રજીસ્ટર કરેલો નંબર બંધ હોય અથવા તમારે તેમાં ન મંગાવો હોય તો વોટ્સએપ નંબર રજીસ્ટર કરીને કોડ એમાં જ 2Fa કોડ મંગાવી શકશો, આ વોટ્સએપનો ઓપ્શન ઓપ્શનલ તરીકે હશે.
આ ફીચર પર ઇન્સ્ટાગ્રામ હજુ કામ કરી રહી છે જેની ખબર ટ્વિટર દ્વારા પડી છે. ટ્વિટર પર એક Mobile Devloper Alessandro Paluzzi એ તેના સ્ક્રીનશોટ મૂક્યા હતા
હજુ ઇન્સ્ટાગ્રામ તરફથી કોઈ Official અપડેટ નથી, એટલે એના વિશે આપણને આગળ જ ખબર પડશે. એમાં તમારે વોટ્સએપ નંબર રજીસ્ટર કરવો પડશે અને ત્યારબાદ જો તમારે 2FA કોડ ટેક્સ્ટ મેસેજ દ્વારા ન મંગાવો હોય તો વોટ્સએપ દ્વારા પણ મંગાવી શકશો.
આવું તમે જોયું હશે કે ઘણી બધી કંપની હવે વોટ્સએપ દ્વારા પણ કોડ મોકલતી હોય છે અને આવી રીતે ઇન્સ્ટાગ્રામ પણ તમને 2FA કોડ મોકલવાની પરવાનગી આપશે, આ ઓપ્શનલ રહેશે એટલે તમારે કોડ જેમાં મંગાવો હોય એમાં તમે મંગાવી શકો છો.
આના વિશે કોઈ Official અપડેટ આવશે તો અમે તમને જરૂર જણાવીશું, ત્યાં સુધી અમારી અન્ય પોસ્ટ પણ તમે વાંચી શકો છો.
#Ns news #Naitik Samachar #instagram