ગુજરાતમાં બ્લેક ફંગસના વધતાં કેસ અને ઇન્જેકશનની અછત વચ્ચે મુખ્યમંત્રી રૂપાણીએ મોટું નિવેદન આપ્યું છે.
- રાજ્યમાં મ્યુકરમાઇકોસીસનો કહેર
- મ્યુકર્મામાઇકોસિસ વધી રહ્યા છે કેસ
- હોસ્પિટલમાં બનાવાયા અલગ વોર્ડ
ગુજરાત મ્યુકર્મામાઇકોસિસ સામે પણ સફળતા મેળવશેઃ CM
મ્યુકર્મામાઇકોસિસ મહામારી મુદ્દે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મોટું નિવેદન આપ્યું છે. રાજ્યમાં બીમારીના વધતાં કેસ તથા ઇન્જેકશનની અછત વચ્ચે રૂપાણીએ કહ્યું કે મ્યુકરમાઇકોસીસ રોગચાળો વ્યાપક થયો છે. રાજ્યમાં આ રોગના કેસ જોવા મળ્યા છે. દર્દીઓની સારવાર માટે હોસ્પિટલમાં અલગ વોર્ડ બનાવ્યા છે. એમ્ફોટેરિસિન-બી ઇન્જેક્શનની સર્વવ્યાપી ઘટ છે. અત્યાર સુધી 20,700 ઇન્જેક્શન ઉપલબ્ધ કરાવ્યા છે. વધુ જથ્થો સોમવારે હોસ્પિટલમાં મોકલવામાં આવશે. ગુજરાત મ્યુકર માઇકોસીસ સામે પણ સફળતા મેળવશે.
ગુજરાતમાં સૌથી વધારે કેસ
ગુજરાત સહિત આખો દેશ કોરોના વાયરસની બીજી લહેરનો સામનો કરી રહ્યો છે. બીજી લહેરમાં અપાર અવ્યવસ્થાના કારણે લાખો દર્દીઑએ હાલાકી ભોગગવાનો વારો આવ્યો હતો ત્યારે ત્યારે જ્યાં એક તરફ કોરોના વાયરસના કેસ હવે ધીમે ધીમે ઘટી રહ્યા છે ત્યાં નવી મહામારીએ આખા દેશની ચિંતામાં વધારો કર્યો છે.
અનેક રાજ્યોમાં કહેર
મ્યુકર્મામાઇકોસિસના નામક ફંગસની બીમારીના કારણે દેશભરના અનેક લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. ગુજરાત રાજ્યમાં આ બીમારીના સૌથી વધારે કેસ સામે આવ્યા છે જ્યારે મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં પણ મોટા પ્રમાણમાં કેસ સામે આવી રહ્યા છે. કેન્દ્ર સરકાર પણ આ બીમારીને લઈ અલર્ટ થઈ ગઈ છે જ્યારે અનેક રાજ્યો દ્વારા આ બીમારીને મહામારી જાહેર કરી દેવામાં આવી છે.
શું છે આ મ્યુકર્માઇકોસિસ રોગ
જવલ્લે જ જોવા મળતો મ્યુકર્માઇકોસિસ ફુગથી થતો ગંભીર રોગ છે. મ્યુકર્માઇકોસિસ ફૂગ જીવસૃષ્ટિમાં બધે જ જોવા મળે છે. ખાસ કરીને માટીમાં વધુ જોવા મળે છે. મ્યુકર્માઇકોસિસ ફૂગ માનવ શરીરમાં શ્વાસ કે ત્વચા પરના ઘા થકી પ્રવેશે છે. રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેવી વ્યક્તિમાં પ્રવેશેલી મ્યુકર્માઇકોસિસની ફૂગ શરીર પર હાવી થઈ જાય છે અને પ્રસરવા લાગે છે. હાઇ રિસ્ક ગ્રુપના વ્યક્તિ જેવા કે અનકંટ્રોલડ ડાયાબીટીઝ, કેન્સર, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હોય, ડ્રગનું સેવન કરનાર, લાંબા સમયથી સ્ટિરોઇડ આપવામાં આવતું હોય, ભેજવાળો ઓક્સિજન લઇ રહ્યા હોય, કુપોષિત, અવિકસીત નવજાત બાળક, સ્ટેમસેલ ટ્રાન્સપ્લાન્ટ કરાવી હોય, ત્વચા પરની કોઈ સર્જરી- ઘા કે દાઝેલી ત્વચા વાળી વ્યક્તિને મ્યુકર્માઇકોસિસ રોગ થવાની સંભાવના વધુ છે.
મ્યુકર્માઇકોસિસ રોગના લક્ષણો
- એક બાજુનો ચહેરો સોજી જવો
- માથાનો દુઃખાવો
- નાક બંધ થવું કે સાઇનસની તકલીફ
- મોઢામાં તાળવે કે નાસિકાઓમાં કાળો ગઠ્ઠો જમા થવો અને તેમાં વધારો થવો
- આંખમાં દુખાવો,દ્રષ્ટિ ઓછી થવી
- તાવ, કફ, છાતીમાં દુઃખાવો
- શ્વાસ રૂંધાવો, પેટનો દુખાવો
- ઉબકા આવવા કે ઉલટી થવી
- આંતરડામાં રક્તસ્ત્રાવ થવો ,જેવા લક્ષણો જોવા મળે છે
કેવી રીતે આ રોગથી બચી શકાય છે?
- મ્યુકર્માઇકોસિસથી બચવા N95 માસ્ક પહેરવું
- વધુ પડતી ધૂળ સાથેનો સંસર્ગ ટાળવો
- ત્વચા પર લાગેલો ઘા તરત જ સાબુ-પાણીથી સાફ
#Ns news #Naitik Samachar #latest news #Gujarat latest news #mucormycosis update