ધો.12 ની પરીક્ષાઓ જુલાઈ માં લેવાય તેવી શકયતા ; પરીક્ષા નો સમય ઘટાડાશે, દોઢ કલાક માં પેપર પૂર્ણ કરવા વિચારણા
કોરોના કાળ માં અટવાયેલી 2021 ના વર્ષ ની ધોરણ 12ની પરીક્ષાઓ આખરે રદ્દ નહીં કરવા નિર્ણય લેવાયો છે,મતલબ માસ પ્રમોશન નહિ અપાય પરંતુ આગામી તા. 1 જૂનના રોજ પરીક્ષા માટે નવી તારીખોને જાહેર કરવામાં આવશે અને જુલાઈમાં ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનું આયોજન કરવામાં આવે તેવી શક્યતાઓ છે.
આ અંગે મળેલી બેઠક માં કેન્દ્રીય શિક્ષા મંત્રી રમેશ પોખરિયાલ નિશંક, કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની અને સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર સહિત તમામ રાજ્યોના મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી અને શિક્ષા મંત્રી સહિત રાજ્યોના શિક્ષા સચિવ અને સીબીએસઈ, નેશનલ ટેસ્ટિંગ એજન્સી અને કેન્દ્રીય શિક્ષા મંત્રાલયના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. પરીક્ષાનો સમય ત્રણ કલાકને બદલે દોઢ કલાકનો રાખવામાં આવે તેવી શકયતા છે. આ સિવાય કેટલાક મુખ્ય વિષયોની પરીક્ષા લેવાનું સૂચન પણ કરાયું છે. વિદ્યાર્થીઓને પૂછીને પરીક્ષા લેનારા વિષયોની પસંદગી કરવામાં આવે અને અન્ય વિષયોમાં તેમના સ્કોરના આધારે માર્ક આપવામાં આવી શકે છે.
#Ns news #Naitik Samachar #latest news #Gujarat latest news #12th exam #HSC exam #12th exam 2021