દેશની બેન્કોમાં 1 વર્ષમાં રૂા.4.92 લાખ કરોડના લોન ફ્રોડ નોંધાયા
દેશમાં કોરોના કાળમાં પણ બેન્ક ફ્રોડ ચાલુ રહ્યા છે અને માર્ચ 2021 સુધીમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા સહીતની બેન્કોમાં રૂા.5 લાખ કરોડના બેન્ક લોન ફ્રોડ નોંધાતા કેન્દ્ર સરકાર ચોંકી ઉઠી છે. બેન્કોના કુલ ધિરાણના 4.5% એટલે કે રૂા.4.92 લાખ કરોડના ફ્રોડ તા.31 માર્ચ 2021 સુધીમાં નોંધાયા છે. રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાના ડેટા મુજબ દેશમાં 90 બેન્કો અને નાણાકીય સંસ્થાઓ 45613 કેસમાં આ રકમ ગુમાવી છે જેમાં દેશની ટોચની રાષ્ટ્રીયકૃત સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયામાં સૌથી વધુ રૂા.78072 કરોડના લોન ફ્રોડ થયા છે જયારે પંજાબ નેશનલ બેન્કમાં રૂા.39733 કરોડ બેન્ક ઓફ ઈન્ડીયાના રૂા.32224 કરોડ, યુનિયન બેંક ઓફ ઈન્ડીયામાં રૂા.29572 કરોડના ફ્રોડ નોંધાયા છે.
ટોચની પાંચ બેન્કોમાં જ રૂા.2,06,941 કરોડના ફ્રોડ નોંધાયા છે જે કુલ ફ્રોડના 45% છે. ખાનગી ક્ષેત્રની બેન્કોમાં આઈસીઆઈસીઆઈ, યસ બેન્ક પણ આ પ્રકારના ફ્રોડનો સામનો કરે છે અને એચડીએફસી બેન્ક આ યાદીમાં રીઝર્વ બેન્કના નિયમ મુજબ બેન્કોએ તેના ફ્રોડના 100% ની રકમની જોગવાઈ કરવી પડે છે અને રિઝર્વ બેંકને દરેક રૂા.1 લાખ કે તેથી વધુ રકમના ફ્રોડની માહિતી આપવી ફરજીયાત છે. છેલ્લા 1 વર્ષમાં બેન્ક ફ્રોડમાં 28%નો વધારો થયો છે. 2014-15થી 2019-20માં રૂા.3.6 લાખ કરોડના ફ્રોડ નોંધાયા હતા. બેન્કોમાં ધિરાણ સંબંધીત ફ્રોડ 98% નોંધાયા છે. હાલમાં જ સરકારે રૂા.50 કરોડથી વધુના ધીરાણમાં એનપીએ થયા હોય તેમાં ફ્રોડના એંગલથી તપાસ કરવાના આદેશ અપાયા બાદ આ મોટો આંકડો બહાર આવ્યો છે. બેન્કોમાં વીલફુલ ડીફોલ્ટરમાં 2261 એકાઉન્ટમાં રૂા.1.72 લાખ કરોડની રકમ ફસાઈ છે જેમાં ઈરાદાપૂર્વક નાણા ભરતા નથી. આ વર્ષે ઓકટો-ડીસે. કવાર્ટરમાં 147 નવા વીલફુલ ડીફોલ્ટર જાહેર થયા છે.
#nsnews #naitik samachar #crime #bank loan fraud #loan fraud