ટેકનોલોજી

Good News / હવે હેકર્સ પણ નહીં કરી શકે તમારું અકાઉન્ટ હેક: WhatsApp લાવી રહ્યું છે નવું ફિચર્સ, જાણો તેના વિશે

How to Hack WhatsApp Account | GoHacking

હાલના દિવસોમાં અકાઉન્ટ હેક વિશે બહુ સાંભળવા મળે છે. જેમાં વોટ્સએપ (WhatsApp) પણ સામેલ છે. વોટ્સએપ આ પ્રકારના સ્કેમથી તેના ગ્રાહકોને બચાવવા નવા ફિચર પર કામ કરી રહ્યું છે. WABetaના રિપોર્ટ મુજબ WhatsApp હાલ Flash Call નામના એક નવા ફિચર પર કામ કરી રહ્યું છે, જેમાં યુઝર્સને WhatsAppમાં લોગ-ઈનના પ્રયાસ કરવા પર તેના ફોન નંબરને તેની રીતે જ વેરિફાઈ કરવાની મંજૂરી આપશે. ચાલો જાણી આ ફિચર વિશે.

WhatsAppના નવા ફિચર Flash Callને યુઝર્સના ફોનના કોલ લોગ સુધી પહોંચવા માટે મંજૂરીની જરૂર પડશે. ત્યારબાદ તે ઓટોમેટિકલી વેરિફાઇ કરશે કે શુ કોઇકે તેમના WhatsApp અકાઉન્ટને એક્સેસ કરવા માટે કોલ કર્યો છે. આ ફિચરને એપ્લિકેશનના એન્ડ્રોઇડ Beta વર્ઝન 2.21.11.7 પર સૌથી પહેલા જોવામાં આવ્યો છે. અહેવાલમાં આવેલા સ્ક્રીન શોટ મુજબ Flash Call એક ઓપ્શન ફિચર હશે, જેને યુઝર્સ તેની મર્જી મુજબ ઉપયોગ કરશે. તેમાં યુઝર્સને નક્કી કરવાનું રહેશે કે Flash Call માટે WhatsAppને તેના કોલ લોગ સુધી એક્સેસ આપવું જોઇએ કે નહીં.

ફ્લેશ કોલ

WhatsAppએ પણ તેના યુઝર્સને આ પ્રકારના ફ્રોડ અંગે સચેત કર્યા છે, જેમાં સાયબર ક્રિમિનલ્સ યુઝર્સને કંપની રિપ્રેઝેન્ટિટિવ હોવાનો દાવો કરે છે અને તેમને મેસેજ મોકલે છે અને તેમની પાસેથી OTP મેળવે છે. આ પ્રકારના ફ્રોડ કરનારા હંમેશા આમ કહીને લોકોને ભયભીત કરે છે કે તમારા અકાઉન્ટને વેરિફાઈ કરવાની જરૂર છે અને જો તેમણે આમ નહીં કર્યું, તો તેમનું અકાઉન્ટ ડિએક્ટિવેટ કરી દેવામાં આવશે. આ ભયથી યુઝર્સ OTP ફ્રોડ કરનાર સાથે શેર કરી દે છે અને અકાઉન્ટ એક્સેસ ગુમાવી દે છે.

#nsnews #naitiksamachar #whatsapp hack #hacking

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button