ગુજરાત

અમદાવાદ PCB. ની સફળતા 16.39.લાખ નો ઈંગ્લીશ દારૂ નો જંગી જથ્થા સાથે 2 લોકોની ધરપકડ

અમદાવાદ: ગુજરાતમાં દારૂબંધીનો નવો કડક કાયદો બન્યા છતાં બુટલેગર દારૂની હેરફેર કરવામાં સહેજ પણ નરમ પડ્યા નથી. મોડી રાત્રે સનાથલ હાઇવે પર પીસીબીની ટીમે હરિયાણાથી ટ્રકમાં આવતા ૧૬.૩૯ લાખ રૂપિયાના દારૂના જંગી જથ્થા સાથે બે લોકોની ધરપકડ કરી છે. પીસીબીની ટીમે ડ્રાઇવર તેમજ ક્લીનરની ધરપકડ કરીને સમગ્ર ઘટનાનો પર્દાફાશ કર્યો છે.
પીસીબીને બાતમી મળી હતીકે હરિયાણાથી એક ટ્રકમાં દારૂનો જંગી જથ્થો અમદાવાદ એસ.પી.રિંગરોડથી સનાથલ હાઇવે થઇને રાજકોટ જવાનો છે. બાતમીના આધારે પીસીબીની અલગ અલગ ટીમ બનાવીને એસ.પી.રિંગરોડ તેમજ સનાથલ ચોકડી પર વોચમાં હતા ત્યારે હરિયાણા પાસિંગની એક ટ્રકને રોકી હતી.
પીસીબીની ટીમે ટ્રકમાં મોટા પ્રમાણમાં દારૂ જથ્થો મળી આવ્યો હતો. દારૂને લઇને આવતા હરિયાણાના ઇમરાનખાન મેઉ તેમજ મુબારિક મેઉની પીસીબીની ટીમે ધરપકડ કરી હતી. પીસીબીની ટીમે ટ્રકમાંથી ૧૬.૩૯ લાખ રૂપિયાનો ૫૦૦૨ દારૂની બોટલ કબજે કરી છે ત્યારે દસ લાખ રૂપિયાની ટ્રક કબજે કરીને સરખેજ પોલીસ સ્ટેશનમાં ડ્રાઇવર, ક્લીનર તેમજ ઠેકેદાર અને બુટલેગર વિરુદ્ધમાં ફરિયાદ કરી છે.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button