ભારત

અવંતિપોરા પોલીસે આતંકવાદી સંગઠનમાં જોડાવાની યોજના બનાવી રહેલા છ યુવાનોની કરી ધરપક

જમ્મુ-કાશ્મીરના અવંતિપોરા પોલીસે આતંકવાદી સંગઠનમાં જોડાવાની યોજના બનાવી રહેલા છ યુવાનોની ધરપકડ કરી હતી. આ ઉપરાંત સુરક્ષા દળો સાથેના સંયુક્ત ઓપરેશનમાં અવંતિપોરા પોલીસે જૈશ -એ-મોહમ્મદના 7 આતંકીઓને પણ પકડ્યા હતા.

ઘણીબધી જગ્યાએ દરોડા પાડ્યા બાદ અવંતિપોરા પોલીસે સૈન્ય અને સીઆરપીએફના જવાનો સાથે મળીને છ આતંકીઓની ધરપકડ કરી હતી, જેઓ આતંકવાદી સંગઠનમાં જોડવાની યોજના બનાવી રહ્યા હતા.

આ છ યુવકોની ઓળખ ત્રાલના અકબીદ અહમદ દોબી, ત્રાલ-એ-પેયિનના મુફીઝ અહમદ જરગર, ટાકીયા ગુલાબ બાગ ત્રાલના સૈફુલ્લાહ અહેમદ શાહ, અમલર ત્રાલના લિયાકત અહેમદ ખંડે ઉર્ફે અમીર, ચેરો અવંતીપોરાના શોએબ અહમદ ભટ અને ત્રાલ-એ-બાલાથી બિલાલ અહેમદની ધરપકડ કરવામાં આવીછે.

પોલીસે જણાવ્યું હતું કે, ‘આ યુવાનોને આતંકવાદીઓ અને તેમના સાથીદારોએ આતંકવાડી સંગઠનમાં જોડાવા માટે પ્રેરિત કર્યા હતા. પ્રારંભિક તપાસમાં માલુમ પડ્યું હતું કે ગેરમાર્ગે દોરાયેલા યુવકોને પાકિસ્તાન સ્થિત સ્વરાજ્યવાદી આતંકી કમાન્ડરો દ્વારા આતંકવાદમાં જોડાવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.


#Ns news #Naitik Samachar #latest news

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button