ક્રાઇમ

ઉદ્યોગનગરનાં ધર્મેન્દ્રસિંહ જાદવને રાત્રે લોહીની ઉલટી થયા બાદ દમ તોડયો

ઉદ્યોગનગરમાં શિવાલીક કોમ્પ્લેક્ષની બાજુની શેરીમાં રહેતા ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ જાદવ (ઉ.વ.3પ) નામના યુવાનને રાત્રીના સમયે લોહીની ઉલટી થતાં સારવારમાં મોત નિપજયું હતું. ધર્મેન્દ્રસિંહના મોતથી પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. મૃતક બે ભાઇમાં મોટો હતો. તે વિજય પ્લોટમાં પ્રીન્ટીંગ પ્રેસમાં નોકરી કરતા હતા.

કુબલીયાપરાના મહેશને શ્ર્વાસ ચડતાં બેભાન હાલતમાં ઢળી પડયો : મોત
કુબલીયાપરામાં રહેતા મહેશ મેરજીભાઇ કરસાગીયા (ઉ.વ.3પ) નામનો યુવાન બેભાન થઇ જતાં તેને સારવારમાં ખસેડવામાં આવતાં સિવિલ હોસ્પિટલનાં તબીબે મૃત જાહેર કર્યો હતો. મહેશને સંતાનમાં એક પુત્ર ત્રણ દિકરી છે. મહેશભાઇ જુના કપડાની ફેરી કરતો હતો. તેના મોતથી પરિવારમાં અરેરાટી મચી ગઇ હતી.

ગંજીવાડાનાં વિધવા સોનલબેને ફીનાઇલ પીધુ
ગંજીવાડામાં રહેતા સોનલબેન રાહુલભાઇ સોલંકી (ઉ.વ.26) નામના વિધવા મહિલાએ સાંજના સમયે ફીનાઇલ પી જતાં તેને સારવારમાં ખસેડાઇ છે. સોનલબેનના લગ્નને સાત વર્ષ થયા છે. તેમને સંતાનમાં એક દિકરી છે. હાલ તેઓ તેમના પિયરમાં રહે છે. તેમના પતિનું અગાઉ અવસાન થયું હતું.


#Ns news #Naitik Samachar #latest news #Gujarat latest news

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button