વ્યાપાર

2000ની નોટ છાપવાની કરવામાં આવી બંધ, હાલમાં ચલણમાં છે ફક્ત આટલી નોટ!

8 નવેમ્બર 2016ના રોજ મોદી સરકારે દેશમાં 500 અને 1000 રૂપિયાની નોટો ચલણમાંથી બહાર કરી દીધી હતી. આ નોટબંધી બાદ 500 રૂપિયા અને 2000 રૂપિયાની નવી નોટ ચલણમાં આવી હતી. દેશમાં 2000ના નોટ સૌથી વધુ ચલણમાં 2017-18 દરમિયાન હતા. આ સમય દરમિયાન માર્કેટમાં 2000 ની 33,630 લાખની નોટો ચલણમાં હતી. તેમની કુલ કિંમત 6.72 લાખ કરોડ રૂપિયા હતી.

નોટબંધી પછી મોટી સંખ્યામાં જારી કરવામાં આવેલી 2000ની નોટો હવે ચલણમાં નથી. તેમની સંખ્યામાં 9,120 લાખ એટલે કે 27%નો ઘટાડો થયો છે, આ રીતે 1.82 લાખ રૂપિયાની 2000ની નોટો ચલણમાંથી બહાર થઈ ગઈ છે.

નાણાં રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે લોકસભામાં આ માહિતી આપી હતી કે, છેલ્લા બે વર્ષથી 2000 રૂપિયાની એક પણ નોટ છાપવામાં આવી નથી. ખરેખ, આરબીઆઈ સાથે વાતચીત કર્યા પછી, સરકાર નોટો છાપવાનો નિર્ણય લે છે. એપ્રિલ 2019થી સેન્ટ્રલ બેંકે 2000ની એક પણ નોટ છાપી નથી. તેના વાર્ષિક અહેવાલમાં પણ આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો આ નોટો ક્યાં ગઈ?

આરબીઆઈના વાર્ષિક અહેવાલમાં આ 2000ની નોટો જે ચલણની બહાર હતી તે અંગે કોઈ માહિતી નથી. પરંતુ કેન્દ્રીય બેંકે સ્પષ્ટ કરી દીધું છે કે તેણે તેમનું છાપવાનું બંધ કરી દીધું છે, તેથી 2000ની નવી નોટો બેંક શાખાઓ સુધી પહોંચતી નથી અને લોકોને એટીએમથી મળતી નથી.

નિષ્ણાતો કહે છે કે, આ વાતની પુરી સંભાવના છે કે ઉચી કિંમત હોવાને કારણે 2000ની નોટો કાળા નાણા તરીકે જમા થઈ રહી હોય. વર્ષ 2016માં પણ નોટબંધી સમયે નિષ્ણાંતોએ 4 થી 5 લાખ કરોડનું ચલણ પરત ન આવવાની ધારણા કરી હતી. જો કે ત્યારબાદ આરબીઆઈએ તેના વાર્ષિક અહેવાલમાં કહ્યું છે કે જૂની 500 અને 1000 રૂપિયાની લગભગ 99% નોટો પાછી ખેંચી લેવામાં આવી છે.

આરબીઆઈના રિપોર્ટ અનુસાર માર્ચ સુધી દેશમાં 2000 રૂપિયાની માત્ર 24,510 લાખની નોટો ચલણમાં બચી છે. તેમની કુલ કિંમત 4.90 લાખ કરોડ છે. ભલે 2000 રૂપિયાની નોટો ચલણમાં ઓછી થઈ ગઈ હોય, પણ 500, 200 રૂપિયાની નોટોનો ચલણમાં વધારો થયો છે. આ સમય દરમિયાન દેશમાં રોકડનો ઉપયોગ પણ વધ્યો છે.

31 માર્ચ 2021 સુધી દેશમાં ચલણમાં કુલ ચલણી નોટોમાં 500 અને 2000નો હિસ્સો 85.7% રહ્યો, જે 31 માર્ચ 2020 સુધીમાં 83.4% હતો. આરબીઆઈના અહેવાલમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે 500ની નોટો 2000 ની નોટોની જગ્યા લઈ રહી છે. સર્ક્યુલેશન કરન્સીમાં સૌથી વધુ હિસ્સો 500ની નોટોમાં 31.1% છે. આ પછી, 23.6% હિસ્સો 10 રૂપિયાની નોટની છે.


#Ns news #Naitik Samachar #latest news #2000 curency

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button