શિનોર તાલુકાના સાધલી નજીક આવેલ ઉતરાજ ગામમાંથી સાત વર્ષીય પરપ્રાંતિય બાળકીનું અપહરણ થતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી હતી…

શિનોર તાલુકાના સાધલી ગામ નજીક આવેલ ઉતરાજ ગામે રહી મધ્યપ્રદેશના પરીવાર ની ૭ વર્ષની દિકરીને કોઇ અજ્ઞાત અપહરણકર્તા વ્યક્તિ અપહરણ કરી લઇ જતા સમગ્ર શિનોર પંથકમાં ભારે ચજચાર મચી જવા પામી હતી. ઘટના સંદર્ભે દિકરીની માતાએ સાધલી આઉટ પોસ્ટ ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે નાકાબંધી કરી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. તો વડોદરા એસ.પી. ડભોઇ ડી.વાય એસ પી એ પણ ઘટનાની ગંભીરતા પારખી પોલીસના કાફલા સાથે બાળકીની સઘન શોધખોળમાં અાદરી છે.
પ્રાપ્ત માહિતી અણુસાર અલીરાજપુર ચઉલ ગામના મુળ વતની માનસિંગભાઇ ભીલ પોતાના પરિવાર પત્ની કાળીબહેન માનસિંગભાઇ ભીલ અને ત્રણ દિકરીઓ સાથે શિનોર તાલુકાના ઉતરાજ ગામે રહી ખેત મજુરી કરી પોતાનુ ગુજરાન ચલાવતા હતા ગતરોજ બપોરના ૩ વાગ્યાના સુમારે માનસિંગભાઇ ભીલ કાઢીયાવાળ મજુરીના કામે ગયેલ હોઇ અને કાળીબેન ઉતરાજ ગામના એક ખેતરે તેમની ત્રણ દિકરીઓને મુકીને મજુરી માટે ગયા હતા તે દરમ્યાન બપોરના સુમારે કોઇ અજાણ્યો ઇસમ આવી દિકરીઓને બીસકીટ અપાવવાની લાલચ અાપી તેમની સૌથી મોટી ૭ વર્ષની દિકરી રીન્કુને બાઇક ઉપર બેસાડી ભાગી ગયો હતો સાંજે ૬ વાગે કાળીબહેન ઘરે પરત ફરતા તેમની ૪ અને ૫ વર્ષ ની દિકરીઓ એ જ્ણાવ્યુ હતુ કે કોઇ અજાણ્યો વ્યક્તિ મોટી બહેન રિંકુને બાઇક ઉપર બિસ્કિટ અપાવવા લઇ ગયા હતા જે હજી પરત આવ્યા નથી.
જે જાણતા જ કાળી બહેન અને તેમના સંબંધીઓના પગ નીચેથી ધરતી ખસી ગઇ હતી અને તાબડતોડ બાળકીના પરિવારે સાધલી પોલીસ મથકે પહોંચી જઇ ફરીયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી. ધોળે દિવસે ૭ વર્ષીય સગીરાનું અપહરણ થતા સમગ્ર પંથકમાં ભારે ચર્ચાનો વિષય બનવા પામ્યો છે. તો વડોદરા એસ.પી.તરુણ દુગ્ગલ, ડભોઇ ડી.વાય.એસ. પી. કે.વી.સોલંકી, એસ.ઓ. જી.પી.આઇ. કરમુર સહિતના પોલીસ અધિકારીઓએ ઘટના સ્થળે દોડી જઇ તપાસ હાથ ધરી હતી. આ બનાવને પગલે કડકડતી ઠંડીમા માતા સહિત પુરો પરીવાર રાત ભર સાધલી આઉટપોસ્ટ પોલીસ સ્ટેશનની બહાર દિકરી મળી આવેની રાહ જોઇ બેસી રહ્યા હતો. તો પોલીસ દ્વારા ૮ જેટલી પોલીસની ટુકડીઓ બનાવી બાળકીને સઘન શોધખોળના ચક્રો ગતતમાન કર્યા છે અને બાળકીને લઇ જનાર બાઇક ચાલક સાધલી પાસેના એક સી.સી.ટી.વી. માં કેદ થઇ ગયો હોઇ પોલીસે સી.સી.ટી.વી. ફુટેજના આધારે તપાસ અાદરી દરેક સ્થળોએ કડક ચેકીંગ હાથ ધર્યુ છે.