ગુજરાત

તા.-29, તાઉતે વાવાઝોડાને લીધે વીજલાઇનો, વીજપોલ અને સબસ્ટેશનોને ભારે નુકસાન થયું છે. ગીર-સોમનાથ જિલ્લામાં વાવાઝોડાને લીધે ધરાશયી થયેલા મોટા વીજ સબસ્ટેશનોના ટાવરોને ઉભા કરી જેટકો દ્વારા રાત-દિવસની કામગીરી ચાલુ છે. ઉના નજીક 220 કેવી હેવીલાઇનનું સબસ્ટેશન વાવાઝોડામાં ધ્વંશ થઇ ગયું હતું. આ કામ પડકારજનક હતું જેટકોએ માત્ર 7 દિવસમાં આ કામગીરી પુર્ણ કરી છે.

ઉનાના ધોકડવા 220 કેવી સબ સ્ટેશનમાં જેટકોના 20 મોટા ટાવરપડી ગયા હતા. ફક્ત 7 દિવસમાં ગઇકાલે તા.28-05-2021 નાં રોજ સાંજે 8:24 મીનીટે આ સબસ્ટેશનમાં પુન:વીજપુરવઠો શરૂ થયો હતો.

ધોકડવાના સબ સ્ટેશનમાં 10 નવા ટાવર અને 11 ઇ.આર.એસ.ટાવર ઉભા કરવામાં આવ્યા છે. આ સબ સ્ટેશનનું કામ વહેલાસર પુર્ણ થાય તે માટે ઉર્જામંત્રીશ્રી સૈારભભાઇ પટેલે મુલાકાત લઇ ભારત સરકારના પાવર ગ્રીડ કોર્પોરેશનને મદદ માટે મોકલેલ હતી.

આ તમામ કામગીરીનું પ્રત્યક્ષ અને પરોક્ષ મોનીટરીંગ માટે ગુજરાત સરકાર, ઉર્જા વિભાગ, ઉર્જા વિકાસ નિગમ, જેટકોના સચિવો, એમ.ડી. અને સીનીયર અધિકારીઓએ દેખરેખ રાખી મોટી સંખ્યામાં એન્જીનીયરોએ જહેમત ઉઠાવી હતી. જે કામ પુર્ણ કરતાએક મહિનાથી વધારે સમય લાગે તેવું પડકારજનક કામ જેટકોએ ગીર-સોમનાથના ધોકડવામાં સાત દિવસમાં પુર્ણ કર્યું હતું. ગીર-સોમનાથ જિલ્લામાં મોટી લાઇનો માટે જેટકોની 50 ટીમો, પાવરગ્રીડની 10 મળી કુલ 20 ટીમોના 1600 નો મેનપાવર કામ કરે છે.

#nsnews #naitik samachar #Tauktae

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button