નંદેસરી પોલીસ સ્ટેશન ની PCR વાન એ 2 કર્મચારીઓ ને અડફેટે લીધા, બંને ને ગંભીર ઇજાઓ
નંદેસરી પોલીસ ની PCR વાન ચાલક દ્વારા ગફલતભરી રીતે વાહન ચલાવતા એલ બાઈક ને અડફેટે લેતા 2 ઈસમો ગંભીર રીતે ઘવાયા,
પ્રાપ્ત વિગત અનુસાર નંદેસરી પોલીસ સ્ટેશન થી PCR વાન નંદેસરી ફાટક પસાર કરી હાઇવે તરફ જતા સમયે 2 બાઈક સવાર ને અડફેટે લેતા બંને બાઈક સવાર ને ગંભીર ઇજાઓ પોહચી હતી, ઇજાઓ પોહચનાર બે ઈસમો નંદેસરી ની ખાનગી કંપની ના કર્મચારી છે, બંને ઇજાગ્રસ્તો નંદેસરી હાઇવે ઉપર આવેલ રેસ્ટરોરેન્ટ માં પોતાનું જમવાનું લેવા માટે ગયા હતા જમવાનું લઈને પરત આવતા સમયે સામે થી પુરઝડપે આવી રહેલી નંદેસરી પોલીસ ની PCR વાન સામેથી આવીને અથડાતા બંને ને ગંભીર ઇજાઓ પોહચી હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે સ્થાનિકો અવાજ સાંભળીને સ્થળે દોડી આવ્યા હતા
ગંભીર રીતે ઘવાયેલ 2 વ્યક્તિઓ ને તાત્કાલિક સારવાર અકસ્માત કરેલ PCR વાન માં જ નંદેસરી ના દિપક ફાઉન્ડેશન હોસ્પિટલ માં લઇ જવામાં આવ્યા હતા ત્યાં પછી વધુ ઇજાઓ દેખાતા પ્રાથમિક સારવાર કરી, અકસ્માત કરેલ PCR વાન દ્વારા જ ઇજાગ્રસ્તો ને છાણી સ્થિત પ્રાઇવેટ હોસ્પિટલ માં લઇ જવામાં આવ્યા છે, ત્યાં ઇજાગ્રસ્તો ને વધુ સારવાર ચાલુ કરેલ છે.
સૂત્રો તરફ થી મળતી માહિતી અનુસાર જો ઇજાગ્રસ્તો કોઈ ફરીયાદ આપશે તો પોલીસ કાયદેસર ની કાર્યવાહી કરશે, પરંતુ ઇજાગ્રસ્તો ને અકસ્માત સમયે જ PCR વાન ચાલકે ફરિયાદ ના આપવાનું જણાવ્યું ની વાતો ચર્ચાઈ રહી છે!
ધર્મપાલ ગોહિલ
NS NEWS(નૈતિક સમાચાર)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/