ગુજરાત

રાજ્ય માં વરસાદ ની આગાહી : છોટાઉદેપુર માં વંટોળીયા ઉડવા સાથે વરસાદ શરૂ

રાજ્ય માં કેટલાક વિસ્તારોમાં વાદળીયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને વરસાદ ની આગાહી વચ્ચે વરસાદ પડ્યા ના અહેવાલ છે.
છોટાઉદેપુર જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવવા સાથે વહેલી સવારે પવન સાથે ધીમીધારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે.
જોકે, આ પંથક માં છેલ્લા એક મહિનામાં ત્રણ વખત કમોસમી વરસાદ થતા ઇટ તેમજ ઉનાળુ પાક બાજરી, મગ ,મગફળી ને નુકસાન થયું છે.
બીજી,તરફ જૂન મહિના માં 15 સુધી માં સત્તાવાર ચોમાસુ બેસી જતું હોય છે પણ આ વખતે વહેલા વરસાદ ની આગાહી કરવામાં આવી હતી જે મુજબ વરસાદ ની શરૂઆત થતા સર્વત્ર ઠંડક પ્રસરી ગઈ છે પણ ખેતર માં ઉભેલા મોલ ને નુકસાન જવાની ભીતિ વચ્ચે જગત ના તાત માં ચિંતા જોવા મળી રહી છે. બીજી તરફ રાજ્યના અનેક જિલ્લાઓમાં 4થી 6 જુન દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના મતે રાજ્યમાં હાલ દક્ષિણ પશ્ચિમ દિશાનો પવન છે. આગામી ચાર જૂનના રોજ દમણ, દાદરાનગર હવેલી, દાહોદ, આણંદ, ભાવનગર, અમરેલી, 5 જૂનના રોજ દમણ, દાદરાનગર હવેલી, અમદાવાદ, આણંદ, ખેડા, સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ, દિવમાં 30થી40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવા ઉપરાંત હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં જૂનના ત્રીજા સપ્તાહથી ચોમાસાનો પ્રારંભ થઈ શકે છે.

#Ns news #Naitik Samachar #latest news #Gujarat latest news

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button