વ્યાપાર

નવા મોડેલ ભાડુઆત કાયદાને સરકારે આપી મંજૂરી, જાણી લો મકાન માલિક અને ભાડુઆત માટેના નવા કાયદા

દેશમાં મકાઇન કે ઓફિસ ભાડે આપવા અંગે નવો કાયદો આવી રહ્યો છે. કેન્દ્રીય મંત્રીમંડળે નવા મોડેલ ભાડુઆત કાયદાને મંજૂરી આપી દીધી છે. દેશમાં હાલ મકાન માલિક અને ભાડૂઆત માટે જે વ્યવસ્થા છે તેમાં અનેક ખામીઓ છે. આ ખામીઓ દૂર કરવા માટે આ નવો કાયદો રજૂ કરવામાં આવ્યો છે. નવા કાયદામાં ભાડૂઆતની સાથે મકાન માલિકના હિતોનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ કાયદાનો ઉદ્દેશ ભાડાના બિઝનેસને સંગઠિત સ્વરૂપ આપવાનું છે.

આ નવા ભાડુઆત કાયદાનું ડ્રાફ્ટ રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને મોકલવામાં આવશે. જો કે આ કાયદાનો અમલ રાજ્યોએ કરવાનો રહેશે. કેન્દ્ર શાસિત પ્રદેશ ચંડીગઢે આ કાયદાનો અમલ અગાઉથી જ શરૂ કરી દીધો છે.

  • રેરાની જેમ રેન્ટ ઓથોરિટીની રચના કરાશે : ભાડા કરાર રેન્ટ ઓથોરિટીને આપવું પડશે : વિવાદ થવા પર રેન્ટ ઓથોરિટીને ફરિયાદ કરી શકાશે
  • જો કોઇ પક્ષકાર રેન્ટ ઓથોરિટીના નિર્ણયથી નાખુશ હશે તો તે રેન્ટ કોર્ટ અથવા ટ્રિબ્યુનલમાં જઇ શકશે અને ત્યાં તેને મહત્તમ 60 દિવસમાં ચુકાદો મળી જશે
  • મકાન માલિકને ભાડૂઆત મકાન કબ્જો કરી લેશે તેવો ડર સતાવશે નહીં : બીજી તરફ મકાન માલિક સિક્યુરિટી ડિપોઝીટ પેટે બે મહિનાના ભાડાની રકમ કરતા વધુ રકમ લઇ શકશે નહીં

જો મકાન માલિક અને ભાડુઆત વચ્ચે વિવાદ થશે તો તેણે પ્રથમ રેન્ટ ઓથિરિટી સમક્ષ ફરિયાદ કરવી પડશે. જો કોઇ એક પક્ષકાર ઓથિરિટીના નિર્ણયથી નાખુશ હશે તો તે રેન્ટ કોર્ટ અથવા ટ્રિબ્યુનલમાં જઇ શકે છે.

અગાઉ કોર્ટમાં મકાન માલિક અને ભાડુઆતના કેસોનો નિકાલ થવામાં વર્ષો નીકળી જતા હતાં પણ હવે નવા કાયદા મુજબ રેન્ટ કોર્ટ અથવા ટ્રિબ્યુનલે ૬૦ દિવસમાં કેસનો નિકાલ કરવાનો રહેશે.

નવા કાયદા મુજબ મકાન માલિકને ભાડુઆત મકાન કબજો કરી લેશે તેવો ડર સતાવશે નહીં. મકાન માલિક એગ્રિમેન્ટ પૂર્ણ થાય તે પહેલા ભાડુઆતને મકાન ખાલી કરવાની નોટિસ આપી તો ભાડુઆતને એગ્રિમેન્ટ પૂર્ણ થવા મકાન ખાલી કરવું પડશે. જો ભાડુઆત મકાન ખાલી ન કરે તો મકાન માલિક આગામી બે મહિના સુધી ભાડું બેગણું અને ત્યારબાદ ચાર ગણું કરી શકે છે.

નવા કાયદામાં સિક્યુરિટી ડિપોઝીટની મર્યાદા પણ નક્કી કરવામાં આવી છે. હાલમાં મકાનમાલિકો પોતાની મરજી મુજબ ડિપોઝીટ વસુલ કરે છે. જો કે હવે નવા કાયદા મુજબ મકાન માલિક રહેણાંક વિસ્તારોમાં બે મહિનાના ભાડાની રકમ કરતા વધુ રકમ ડિપોઝીટ તરીકે વસૂલ કરી શકશે નહીં. બિન રહેણાંક વિસ્તારની પ્રોપર્ટી માટે છ મહિનાના ભાડાની રકમ કરતા વધુ રકમ ડીપોઝીટ પેટે લઇ શકાશે નહીં.

#Ns news #Naitik Samachar #latest news #Gujarat latest news #rent low #rent

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button