CMની હાજરીમાં મીટિંગ વચ્ચે 2 મંત્રીઓ ઝઘડ્યા, એક-બીજાને આપી ધમકી, મારામારી થતા-થતા રહી ગઈ
રાજસ્થાન કૉંગ્રેસમાં ચાલી રહેલો ડખો હવે ખુલીને સામે આવી ગયો છે. બુધવાર રાત્રે થયેલી કેબિનેટની બેઠકમાં ગહેલોત સરકાના વરિષ્ઠ મંત્રી શાંતિ ધારીવાલ અને શિક્ષણ મંત્રી કૉંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ ગોવિદ સિંહ ડોટાસરા વચ્ચે જોરદાર બબાલ થઈ. બંને નેતાઓમાં પહેલા કેબિનેટની બેઠકમાં જોરદાર બોલાચાલી થઈ, પછી બેઠક ખત્મ થયા બાદ બહાર આવીને એક-બીજાને ખરી-ખોટી સંભળાવી. વિવાદ એટલો વધી ગયો કે બંનેએ એક-બીજાને જોઇ લેવાની ધમકી આપી દીધી.
ઘર્ષણ વધતુ જોઇને સાથી મંત્રીઓએ વચ્ચે પડીને મામલો શાંત કરાવ્યો. બૉર્ડ પરીક્ષાઓ પર નિર્ણય લેવા માટે બોલાવવામાં આવેલી કેબિનેટ બેઠકમાં અનેક મંત્રી સીએમ નિવાસસ્થાને પહોંચ્યા હતા, જ્યારે મુખ્યમંત્રીના ઘરે હોવા છતા પણ બેઠકમાં વર્ચુઅલ જોડાયા હતા. બેઠકમાં મુખ્ય એજન્ડા પર ચર્ચા બાદ રાજકીય મુદ્દાઓ પર ચર્ચાના સમયે ધારીવાલે ડોટાસરાને વચ્ચે રોકતા વાત વણસી. કૉંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ ગોવિંદ સિંહ ડોટાસરાએ બેઠકમાં કહ્યું કે, કૉંગ્રેસે આજે ફ્રી વેક્સિનેશનની માંગ કરતા સોશિયલ મીડિયા કેમ્પેઇન ચલાવ્યું, હવે દરેક જિલ્લા સ્તર પર રાષ્ટ્રપતિના નામે એડવર્ટાઇઝ આપવી જોઇએ, આ અભિયાનને ગ્રાઉન્ડ પર ઉતારવાની જરૂર છે.
ડોટાસરા દ્વારા આટલું કહેતા જ મંત્રી શાંતિ ધારીવાલે ડોટાસરાની વાત કાપતા કહ્યું કે, આની શું જરૂર છે, મંત્રીઓનું કામ એડવર્ટાઇઝ આપવાનું નથી. વચ્ચે ટોકવા પર ડોટાસરાએ વાંધો ઊઠાવ્યો તો ધારીવાલે પણ જવાબ આપ્યો કે, હું મારી વાત રાખીશ. આના પર બંને વચ્ચે ઘણી બોલાચાલી થઈ. વાત તૂ-તૂ, મૈં-મૈં, પર આવી ગઈ. મુખ્યમંત્રીએ બંનેને શાંત રહેવા કહ્યું પરંતુ વિવાદ ફરી શરૂ થઈ ગયો. ધારીવાલે ડોટાસરાને કહ્યું કે, જે બગાડવું હોય બગાડી લેજે, મેં ઘણા અધ્યક્ષ જોયા છે.
કેબિનેટની મીટિંગ ખત્મ થયા બાદ બહાર આવીને ધારીવાલ અને ડોટાસરા ફરી લડ્યા. આ વખતે વધારે ઉગ્ર બોલાચાલી હતી અને અવાજ પણ ઊંચો હતો. મંત્રીઓને લડતા જોઇને સીએમ નિવાસસ્થાને રહેલા સુરક્ષા કર્મચારીઓ પણ ચોંકી ગયા. સાથી મંત્રીઓએ બંનેને અલગ કર્યા નહીં તો મારામારી પણ થઈ શકતી હતી.
#Ns news #Naitik Samachar #latest news