ભારત

જેલમાંથી છૂટેલા ગુનેગારે ફરી જેલમાં જવા પીએમ મોદીને ધમકી આપી

નવી દિલ્હી, તા. ૪
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ધમકી આપનારા ૨૨ વર્ષના આરોપી સલમાનને પોલીસે દિલ્હીમાંથી પકડી લીધો હતો. જેલમાંથી છૂટેલા સલમાને ફરી જેલમાં જવા આ હરકત કરી હોવાનું પોલીસે કહ્યું હતું.
નરેન્દ્ર મોદીને ધમકી આપનારા શખ્સને દિલ્હી પોલીસે દિલ્હીના ખજૂરી વિસ્તારમાંથી પકડી લીધો હતો. ૨૨ વર્ષનો સલમાન નામનો આ આરોપી હજુ તો જેલમાંથી છૂટયો જ હતો, ત્યાં તેણે નરેન્દ્ર મોદીને ધમકી આપવાની હરકત કરી હતી.
પોલીસે પૂછપરછ દરમિયાન જાણ્યું કે ૨૨ વર્ષનો સલમાન જેલમાંથી જામીન પર છૂટયો હતો. તેને ફરી જેલમાં જવું હતું એટલે તેણે મોદીને ધમકી આપી હતી. પોલીસને ફોન કરીને આ શખ્સે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યાની ધમકી આપી હતી. એ પછી દિલ્હી પોલીસે ૨૪ કલાકમાં જ તેને પકડી લીધો હતો.
સલમાન નામનો આ શખ્સ અત્યારે પોલીસના કબજામાં છે. પોલીસના કહેવા પ્રમાણે તેના પર અગાઉથી જ કેટલાક કેસ ચાલી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ વડાપ્રધાન મોદીને ધમકી આપનારો એક શખ્સ પકડાયો હતો. તેની ધરપકડ પછી પોલીસને જાણવા મળ્યું હતું કે તેણે નશામાં પોલીસને ફોન કરીને મોદીના નામની ધમકી આપી હતી.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button