ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દડં વસૂલ કરે છે પણ પર્યાવરણ માટે વાપરતું નથી
વિશ્વ પર્યાવરણ દિન ઉજવાય છે પરંતુ ઇકો સિસ્ટમને જાળવવા માટે રાયમાં કામ થતું નથી, કાયદામાં છટકબારીનો લાભ ઉધોગો લઇ જાય છે
ગુજરાતમાં હવા, પાણી અને ધ્વનિના પ્રદૂષણને અટકાવવા માટે રાય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કામગીરી કરી રહ્યું છે પરંતુ કાયદાની છટકબારીનો લાભ લઇને પ્રદૂષણ ફેલાવતા ઉધોગો મામૂલી દડં ભરીને છૂટી જાય છે પરિણામે વાતાવરણની ઇકો સિસ્ટમને મોટું નુકશાન થાય છે. રાયમાં હવા અને પાણી પ્રદૂષિત થઇ રહ્યાં છે, ગ્રીનરી સમા થઇ રહી છે.
૫મી જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિન છે. આ વખતની થીમ ઇકો સિસ્ટમની પુનસ્થાપના રાખવામાં આવી છે પરંતુ ગુજરાતમાં પ્લાસ્ટીક સહિનના પ્રદૂષકોની માત્રા પાણી અને જમીનનો બગાડ કરે છે છતાં એવા ગુનેગારો સામે પગલાં લેવામાં આવતા નથી. ગુજરાત ઔધોગિક રાય હોવાથી પાણી અને વાયુનું પ્રદૂષણ વધારે જોવા મળે છે. રાયની ૮૦ ટકા નદીઓમાં પ્રદૂષણ છે.
પ્રદૂષણ બોર્ડનો એવો નિયમ છે કે ફરિયાદના આધારે જે ઉધોગજૂથ પ્રદૂષણ ફેલાવતું હોય તેને સીલ મારીને દડં વસૂલ કરવામાં આવે છે પરંતુ કાયદાની છટકબારી પ્રમાણે મામૂલી દડં ભરીને ઉધોગજૂથ સીલ ખોલાવી દેતું હોય છે અને ફરીથી પ્રદૂષણ કરવા પ્રેરાય છે. રાયના પર્યાવરણવિદ્દોની મહેનત એળે જાય છે.
પ્રદૂષણ ફેલાવતા ઉધોગોને પર્યાવરણિય નિયમોના ભગં બદલ નોટિસ અપાય છે અને દડં લેવાય છે પરંતુ કસૂરવારોને જેલની સજા ભાગ્યે જ થતી હોય છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પાસે બેન્ક ગેરંટી સ્કીમ અને પર્યાવરણને નુકશાન બદલ કાયદાકીય દડં વસૂલ કરવાની સત્તા છે. આ રકમ પર્યાવરણિય કાર્યેા માટે કરવાની હોય છે પરંતુ તેમાંથી ખર્ચ કરવામાં આવતો નથી.
રાયના પર્યાવરણવિદ્દ મહેશ પંડાએ કહ્યું છે કે ગુજરાતમાં ૪૦ ટકા ઉધોગો પ્રદૂષણ ફેલાવે છે જે પૈકી ૨૫ ટકા ઉધોગોના ગંદા પાણી નદી અને સમુદ્દમાં ઠલવાય છે. બીજી તરફ હલકાં પ્લાસ્કીકનું ચલણ વધતું જાય છે. રાય સરકારે પાંચ વખત પ્લાસ્કીક ફ્રી ગુજરાતના આદેશ કર્યા છે તેમ છતાં આજેપણ બજારમાંથી પ્લાસ્ટીક અદ્રશ્ય થયું નથી. ઉધોગોના પ્રદૂષણો હવા અને પાણી ખરાબ કરી લોકોના આરોગ્યને જોખમાવે છે છતાં દંડની રકમનો ઉફયોગ ઇકો રિસ્ટોરેશન માટે થતો નથી.
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્રારા બેન્ક ગેરંટી સ્કીમ મુજબ જો કોઇ ઉધોગ પર્યાવરણના કાયદાનો ભગં કરે તો તેની પાસેથી ૨૫૦૦૦ પિયાથી લઇને ૧,૦૦,૦૦,૦૦૦ પિયા સુધીની બેન્ક ગેરંટી લેવાય છે અને તે નિયમોનો ભગં કરે તો બેન્ક ગેરંટી જ કરાય છે. પરંતુ તે જમા થયેલી રકમને પર્યાવરણ જાળવણી કે પ્રદૂષણથી નુકસાનની ભરપાઇ કરવા માટે થતો નથી. એ ઉપરાંત નેશનલ ગ્રીન ટિ્રબ્યુનલના ચૂકાદા મુજબ ઉધોગો પ્રદૂષણ કરે અને તેનાથી જે નુકસાન થાય તેની આકારણી કરીને એન્વાયરમેન્ટલ ડેમેજ કોમ્પેન્સેશન (ઇડીસી)ની રકમ તેમની પાસેથી લેવામાં આવે છે, આ રકમ કયાં જાય છે તે ખબર પડતી નથી.