આર્મીના બે બ્રિગેડિયરને નિવૃત્તિના ચાર વર્ષ પછી મેજર જનરલ તરીકે પ્રમોશન
આર્મીના બે બ્રિગેડિયરને નિવૃત્તિના ચાર વર્ષ પછી મેજર જનરલ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. તેઓને 2015 ની સાલમાં મળવાપાત્ર પ્રમોશન નહીં મળતા તેમણે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા . નામદાર કોર્ટે પ્રમોશન આપવા આદેશ કર્યો હતો. જેનો અમલ છ માસમાં કરી દેવા સૂચના આપી હતી. પરંતુ એક વર્ષ પછી અમલ કરાયો છે. અને હવે બંને બ્રિગેડિયર્સને જૂની તારીખથી પ્રમોશન આપવાનું નક્કી થયું છે. જે તેમના પેનશન સહિતનો પગાર વધારો જૂની તારીખથી ચૂકવાશે .
ઉલ્લેખનીય છે કે બ્રિજ ભાટિયા 1981 ની સાલના ઓફિસર હતા. અને તેઓ ઇન્ટેલિજન્સ કોર્પ્સમાં હતા. જ્યારે બ્રિગ ચતુર્વેદી 1983 ની સાલના ઓફિસર હતા અને તેઓ આર્મી એજ્યુકેશન કોર્પ્સમાં હતા. તેઓ બન્ને 2015 ની સાલમાં પ્રમોશન માટે લાયક હતા.પરંતુ તેની અવગણના કરવામાં આવતા તેઓએ સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરી હતી.તેવું ધ.ટી.દ્વારા જાણવા મળે છે.