Indian Army સામે પડેલી ચીની સેના કાતિલ ઠંડીને કારણે પાછી પડી, 90 ટકા સૈનિકોને બદલવા પડી રહ્યાં છે

પૂર્વી લદ્દાખ (Eastern Ladakh) ના શિખરો ઉપર હાડ થીજવતી ઠંડીમાં ભારતીય સેના (Indian Army) સાથે હરીફાઈ કરવા આવેલા ચીની સૈનિકો (Chinese troops) ઠંડીને કારણે પાછા પડી રહ્યાં છે.પૂર્વી લદ્દાખ સેક્ટરની સામે LAC ની નજીક તૈનાત ચીની સૈનિકો આ પ્રદેશની અત્યંત ઠંડીની પરિસ્થિતિઓથી ખરાબ રીતે પ્રભાવિત થયા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે પીપલ્સ લિબરેશન આર્મી (People’s Liberation Army) એ તેના 90 ટકા સૈનિકોને પાછા મોકલ્યા છે અને તેમને સ્થાને બીજા સૈનિકોને તૈનાત કર્યા છે.
ગયા વર્ષે એપ્રિલ-મે પછી ચીને પૂર્વ લદ્દાખ (Eastern Ladakh) માં ભારતીય ક્ષેત્રની નજીકની સરહદ પર 50,000 થી વધુ સૈનિકો તૈનાત કર્યા છે. પેંગોંગ તળાવ વિસ્તારમાં આગળની જગ્યાઓથી મર્યાદિત સૈનિકોને ખસેડી લેવાનું કહ્યું હોવા છતાં તેમને ત્યાં જ રાખવામાં આવ્યા છે.
ચીને છેલ્લા એક વર્ષથી ત્યાં તૈનાત સૈનિકો (Chinese troops) ને બદલીને તેમની જગ્યાએ અંતરિયાળ વિસ્તારમાંથી નવા સૈનિકો તૈનાત કર્યા છે. આ વિસ્તારમાં ભારે ઠંડીને કારણે તેના લગભગ 90 ટકા સૈનિકો ફેરવવામાં આવ્યા છે. એટલે કે પહેલાથી જ તૈનાત સૈનિકોને પરત મોકલવામાં આવ્યા છે અને તેમની જગ્યાએ નવા સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે ચીની સૈનિકો (Chinese troops) ની આ ફેરબદલીનું કારણ ઊંચા વિસ્તારોમાં તીવ્ર ઠંડી અને અન્ય સંબંધિત સમસ્યાઓ હોઈ શકે છે, જેના કારણે ડ્રેગનની સેનાને ખરાબ અસર થઈ છે. સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, પેંગોંગ તળાવ વિસ્તારમાં ઘર્ષણ બિંદુ પર તૈનાત સમયે પણ, ચીની સૈનિકોને લગભગ દરરોજ ચોકીઓ પર બદલવામાં આવી રહ્યાં હતા.
Indian Army બે વર્ષના કાર્યકાળ માટે ઉંચાઈવાળા વિસ્તારોમાં સૈન્ય તૈનાત કરે છે અને દર વર્ષે લગભગ 40-50 ટકા સૈન્ય ફેરવાય છે.જો કે, આ સંજોગોમાં, ITBP ના જવાનોની મુદત કેટલીક વાર બે વર્ષથી વધુની હોય છે.