PFથી લઇને LPG સિલિન્ડરનું બુકિંગ થશે આ એક એપથી, ફટાફટ કરી લો ડાઉનલોડ

હવે આપણે સૌ મોટા ભાગે ફોનથી જ તમામ કામ થઇ જાય તેવુ ઇચ્છીએ છીએ. કેટલીક એપ એવી છે જે ખુબજ કામની હોય છે આવી એક એપ એટલે Umang એપ આ એક એપથી તમે PF, DigiLocker, NPS, PAN કાર્ડ બિલ જેવી સુવિધાઓ મળે છે. UMANG APPથી તમે 21499 પ્રકારની સરકારી યુટિલીટી સેવાઓનો લાભ મેળવી શકો છો. આ એપ એન્ડ્રોયડ, IOS તમામ વેબ બ્રાઉઝર્સ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. આ એપને ઇલેક્ટ્રોનિક્સ અને સૂચના પ્રાદ્યોગિકી મંત્રાલય તેમજ રાષ્ટ્રીય ઇ-ગલર્નસ ડિવીઝન (NeGD) દ્વારા વિકસીત કરવામાં આવી છે.
કેવી રીતે ડાઉનલોડ કરશો UMANG APP
એન્ડ્રોઇડ ફોન યૂઝર્સ પ્લે સ્ટોર પરથી આ એપ ડાઉનલોડ કરી શકો છો. યુઝર 9718397183 પર મિસ કોલ આપીને પણ એપ્લિકેશન લીંક મેળવી શકાય છે. આ સિવાય, https://web.umang.gov.in પણ એપ્લિકેશનને ડાઉનલોડ કરવા માટે રીડાયરેક્ટ કરે છે.
ઉમંગની સહાયથી તમે ઘરે બેસીને આ કરી શકશો
ઉમંગ એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી, વિવિધ સેવાઓનો લાભ લેવા માટે ઘણી પ્રકારની એપ્લિકેશનો ડાઉનલોડ કરવાની જરૂર રહેશે નહીં. આ એપ્લિકેશનની મદદ સાથે પ્રોવિડન્ટ ફંડ (PF), ડિજિલોકર (DigiLocker), એનપીએસ (NPS), ગેસ સિલિન્ડરનું બુકિંગ, પાનકાર્ડ, યુટિલિટી બિલ વગેરે સંબંધિત સેવાઓ સરળતાથી કરી શકશો.
એલપીજી સિલિન્ડર બુકિંગ
ઉમંગ એપ્લિકેશનની મદદથી તમે ભારત, ઇન્ડેન અને એચપી સહિતની તમામ કંપનીઓના ગેસ સિલિન્ડર બુક કરી શકો છો. PF ખાતા ધારકો માટે પણ ઉમંગ એપ્લિકેશન ખૂબ ઉપયોગી છે ઉમંગ એપ પર 10 વધુ સર્વિસ મળે છે. વિવિધ પ્રકારની સેવાઓ ઉપલબ્ધ છે. આ એપ્લિકેશનની મદદથી, તમે પીએફ બેલેન્સને ખૂબ જ સરળતાથી જાણી શકો છો. આ એપ્લિકેશન દ્વારા 10 સી ફોર્મ, પાસબુક, ક્લેમ રાઇઝ, ટ્રેક ક્લેમ, યુએન એક્ટીવેશન વગેરે કામને સરળતાથી કરી શકાય છે.