ગુજરાત

ફાયર NOCને લઈ CM રૂપાણીનો મોટો નિર્ણય, આ લોકોને નહીં લેવી પડે ફાયર NOC

ગુજરાતમાં કોરોનાની મહામારી વચ્ચે અવાર નવાર આગની ઘટનાઓ સામે આવી છે. કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાના કારણે સારવાર લઈ રહેલા દર્દીઓના મોત થયા હોવાના કિસ્સાઓ પણ સામે આવે છે. જ્યારે આગની ઘટના સામે આવે છે ત્યારબાદ જ ફાયર વિભાગ હરકતમાં આવે છે અને જે હોસ્પિટલમાં કે બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ હોય કે પછી ફાયર વિભાગની NOC ન લીધી હોય તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે હવે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ફાયરસેફ્ટીની NOCને લઈને એક મહત્ત્વનો નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા લેવામાં આવેલા નિર્ણયમાં ફાયર NOC બાબતે ઘણી છૂટછાટ આપવામાં આવી છે. જેમાં 9 મીટરથી ઓછી ઊંચાઇ ધરાવતી અને બેઝમેન્ટ ન હોય તેવાં મકાનોમાં ચાલતી શૈક્ષણિક સંસ્થાઓએ NOC લેવાની રહેશે નહીં. પણ આવી બિલ્ડિંગમાં ચાલતી શૈક્ષણિક સંસ્થાઓએ નિયમનું પાલન કરીને ફાયર સેફ્ટીની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરીને સેલ્ફ એટેસ્ટ સ્વંપ્રમાણીત રીતે ફાયર વિભાગની NOC જાતે જ મેળવવાની રહેશે.

સેલ્ફ એટેસ્ટ સ્વંપ્રમાણીત ફાયર NOC કર્યાની જાણ શૈક્ષણિક સંસ્થાઓએ શહેર કે જિલ્લા શિક્ષણ વિભાગને કરવાની રહેશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લીધેલા નિર્ણયમાં એક એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે ફાયર NOC આપવા માટે BU પરમિશનની કોઈ જરૂર નથી. મહત્ત્વની વાત છે કે, પહેલા BU પરમિશન ન હોય તો ફાયર NOC આપવામાં આવતી ન હતી. આ બાબતે રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી છે કે, ફાયર NOC આપવી એ BU પરમિશન પહેલાની જરૂરિયાત છે એટલે જે બિલ્ડિંગને BU પરમિશન ન મળી હોય તેને પણ ફાયર NOC આપવામાં આવે.

મુખ્યમંત્રી રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં નિર્ણય એવો પણ લેવામાં આવ્યો છે કે ફાયર વિભાગની NOC આપવાની સત્તા નગરપાલિકાના ફાયર ઓફિસરોને આપવામાં આવશે. આ ઉપરાંત રાજ્યના 8 મહાનગરો ઉપરાંત રિજિયોનલ કમિશનર ઓફ મ્યુનિસિપલની કચેરીના કાર્યક્ષેત્રમાં અનુસાર અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર, રાજકોટ, ભાવનગર, સહિતના 6 મહાનગરોમાં ફાયર રિજિયન મળીને કુલ 14 ફાયર સ્ટેશન કાર્યરત કરવામાં આવશે. ફાયર ઓફિસરોએ IAS કક્ષાના સિનિયર ઓફિસર કે જે મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવે છે તેમના હેઠળ ફરજ બજાવવાની રહેશે. મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસરને ફાયર NOC આપવાની કામગીરી કરવાની રહેશે.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button