દેશ દુનિયા

એન્વાયર્મેન્ટ રિસ્ક આઉટલુક 2021 રિપોર્ટમાં 50 ટકા જેટલા શહેરો ભારતના!

નવી દિલ્હી: દુનિયાભરના શહેરો પર્યાવરણને લગતાં જોખમો સામે લડી રહ્યા છે. પર્યાવરણની દૃષ્ટિએ દુનિયાના સૌથી જોખમી ૧૦૦ શહેરમાં ભારતના ૪૩ શહેરોનો સમાવેશ થાય છે. ભારતના મોટાભાગના શહેરોમાં પર્યાવરણને લગતાં જોખમો છે. એટલે કે પર્યાવરણની સંભાળ રખાતી ન હોવાથી જોખમ સર્જાયું છે.

એન્વાયર્મેન્ટ રિસ્ક આઉટલુક-૨૦૨૧નો અહેવાલ રજૂ થયો હતો. એ અહેવાલ પ્રમાણે ભારતના ૪૩ શહેરો પર જોખમ મંડરાઈ રહ્યું છે. ક્લાઈમેટ ચેન્જના કારણે જે પર્યાવરણીય જોખમ ખડું થયું છે એમાં ભારતના ઘણાં શહેરોનો સમાવેશ થાય છે. એશિયાના ૧૦૦માંથી ૯૯ શહેરો ઉપર કોઈને કોઈ જોખમ મંડરાઈ રહ્યું છે.

એશિયાના પર્યાવરણની દૃષ્ટિએ જોખમી શહેરોમાં ભારત પછી બીજા ક્રમે ૩૭ શહેરો સાથે ચીન છે. રીપોર્ટ પ્રમાણે ઈન્ડોનેશિયાનું જકાર્તા સૌથી જોખમી શહેર છે. દિલ્હી બીજા ક્રમનું જોખમી શહેર છે. ચેન્નાઈ ત્રીજું, આગરા છઠ્ઠુ અને કાનપુર દસમું જોખમી શહેર બન્યું હતું. આ યાદીમાં જયપુર, લખનઉ, બેંગ્લુરુ, મુંબઈ જેવા શહેરોનો પણ સમાવેશ થતો હતો.

અહેવાલમાં નોંધ થઈ હતી એ પ્રમાણે પ્રદૂષણ એ આ શહેરોનું સૌથી મોટું પર્યાવરણ જોખમ હતું. દેશમાં થનારા સરેરાશ પાંચમા મોત પાછળ વાયુ પ્રદૂષણ જવાબદાર છે. તેના કારણે ભારતના અર્થતંત્રને લગભગ ૨૬૪૮૬૪ કરોડ રૃપિયાનું નુકસાન થયું હતું.

આ યાદીમાં ૧૪ શહેરો યુરોપના છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ હેલ્થ ઈન્ટેલિજન્સના અહેવાલ પ્રમાણે દુનિયાના મોટાભાગના શહેરો ઉપર પ્રદૂષણનું જોખમ મંડરાઈ રહ્યું છે. હવાનું પ્રદૂષણ દુનિયા સામે સર્જાયેલો છેલ્લાં દશકાનો સૌથી મોટો પડકાર છે.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button