ગુજરાત

ખૂબ જ અગત્યનું: સસ્તા અનાજની દુકાને ડીલર જો ઓછુ રાશન આપે અથવા કંઈ પણ ખોટુ કરે તરત આ નંબર પર કોલ કરો, નાની યાદ આવી જશે

ભારતમાં લગભગ 81 કરોડ લોકો રાહતદરે રાશન મેળવે છે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા અંતર્ગત રાશન કાર્ડ ધારકોને સરકાર તરફથી 3 રૂપિયે કિલો ચોખા અને 2 રૂપિયે કિલો ઘઉં આપવામાં આવે છે. દર મહિને રાશન કાર્ડ ધારકો ડીલરને ત્યાંથી રાશન મેળવતા હોય છે. કેટલીય વાર ડીલર રાશન નહીં આપવા માટે બહાના બનાવતા હોય છે, ક્યારેક ક્યારેક તો નિશ્ચિત માત્રા કરતા ઓછુ અનાજ પણ પકડાવી દેતા હોય છે.

જો તમે પણ રાશન કાર્ડ ધારક છો અને આપનો ડીલર પણ આપની સાથે આવુ કરે છે અથવા દર મહિને અનાજ નથી આપતો, આપ તેની ફરિયાદ કરી શકો છો. આપની ફરિયાદના આધારે સંબંધિત અધિકારી તપાસ કરશે અને જો આરોપ યોગ્ય હશે તો ડિલર વિરુદ્ધ કાર્યવાહી પણ થઈ શકશે. કેટલીય વાર નિયમ વિરુદ્ધ કાર્યવાહી પણ થઈ છે. ઘણી વાર ડીલરોના લાઈસેંન્સ પણ રદ થયા છે.

પ્રતિકાત્મક તસ્વીર

અમે આપને ફરિયાદ કરવા વિશે તો જણીવી દીધુ પણ ફરિયાદ ક્યાં કરશો, કેવી રીતે કરશો, તો આ રહી જાણકારી, સરકાર તરફથી દરેક રાજ્ય માટે હેલ્પ નંહર જાહેર કરવામાં આવ્યા છે. આપ આ નંબર પર સંપર્ક કરીને રાશન ડીલર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી શકો છો.

રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા પોર્ટલ પર ફરિયાદ નોંધાવવા માટે જરૂરી નંબર પણ શોધી શકો છો. ત્યાં રાજ્યવાર નંબર આપવામાં આવે છે. ત્યાંથી તમે નંબર પર કોલ કરી અને જરૂરી માહિતી આપીને વેપારી સામે ફરિયાદ નોંધાવી શકો છો. આ ટોલ ફ્રી નંબર છે એટલે કે તમારે આ નંબર પર વાત કરવા માટે કોઈ ફી ચૂકવવી પડશે નહીં.

આ રહ્યા રાજ્યવાર હેલ્પનંબરો

અરુણાચલ પ્રદેશ – 03602244290

આસામ – 1800-345-3611

બિહાર- 1800-3456-194

છત્તીસગઢ- 1800-233-3663

ગોવા- 1800-233-0022

ગુજરાત- 1800-233-5500

હરિયાણા – 1800-180-2087

હિમાચલ પ્રદેશ- 1800-180-8026

ઝારખંડ- 1800-345-6598, 1800-212-5512

કર્ણાટક- 1800-425-9339

કેરલ- 1800-425-1550

મધ્ય પ્રદેશ- 181, 1967

મહારાષ્ટ્ર- 1800-22-4950

મણિપુર- 1800-345-3821

મેઘાલય- 1800-345-3670

મિઝોરમ- 1860-222-222-789, 1800-345-3891

નાગાલેન્ડ- 1800-345-3704, 1800-345-3705

ઓડિશા- 1800-345-6724 / 6760

પંજાબ – 1800-3006-1313

રાજસ્થાન – 1800-180-6127

સિક્કિમ – 1800-345-3236

તમિલનાડૂ- 1800-425-5901

તેલંગણા – 1800-4250-0333

ત્રિપુરા- 1800-345-3665

ઉત્તર પ્રદેશ- 1800-180-0150

ઉત્તરાખંડ – 1800-180-2000, 1800-180-4188

પશ્ચિમ બંગાળ- 1800-345-5505

દિલ્હી – 1800-110-841

જમ્મુ – 1800-180-7106

કાશ્મીર – 1800-180-7011

અંડમાન અને નિકોબાર- 1800-343-3197

ચંડીગઢ- 1800-180-2068

દાદન અને દીવ-દમણ- 1800-233-4004

લક્ષદ્વિપ- 1800-425-3186

પુડુચેરી- 1800-425-1082

તમે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા માટે બનાવેલા પોર્ટલની મુલાકાત લઈને નંબર લઈ શકો છો, પરંતુ અમે તમારા માટે અહીંના બધા રાજ્યોના નંબર આપી રહ્યા છીએ જેથી જરૂર પડે તો તમે તેનો ઉપયોગ કરી શકો.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button