તમિલનાડુમાં લોકડાઉન 14 જૂન સુધી લંબાવામાં આવ્યું

સમગ્ર દેશમાં આ વખતે કોરોના ની આ બીજી લહેર ખુબ જ ભયાનક જોવા મળી હતી .જેમના પગલે સરકાર કેસો ને નિયંત્રણમાં લાવવા અથાગ પ્રત્ય્તનો કરતી જોવા છે. દેશના મોટા ભાગના રાજયો માં લોકડાઉન કરવામાં આવ્યું હતું .પરિસ્થિતિ હવે સુધરતા ધીમે ધીમે છૂટ છાટ સાથે રાજ્યો અનલોક કરવામાં આવી રહ્યા છે .ત્યારે આજે તમિલનાડુની સરકારે 14 જૂનના રોજ સવારે 6 વાગ્યા સુધી લોકડાઉન એક અઠવાડિયા માટે વધાર્યું છે. મોટાભાગના જિલ્લાઓમાં લોકડાઉનમાં રાહતની પણ જાહેરાત કરવામાં આવી છે.
ચેન્નઈમાં સરકારે પ્રતિબંધોમાં અમુકછૂટ આપવાની જાહેરાત કરવામાં આવી છે . સત્તાવાર હુકમ મુજબ જે બાબતો તમામ જિલ્લાઓમાં પહેલાથી જ મંજૂરી હતી તે ચાલુ રહેશે. કોવિડ -19 ઘણાં જિલ્લાઓમાં નિયંત્રણ હેઠળ છે, જોકે કોઇમ્બતુર, નીલગિરિસ, તિરુપુર, ઇરોદ, સલેમ, કરુર, નમકકલ, થંજાવર, તિરુવર, નાગાપટ્ટિનમ અને માયીલાદુથુરાઇ સહિતના 11 જિલ્લાઓ હજી પણ મોટી સંખ્યામાં કેસ નોંધાવી રહ્યા છે. મુખ્ય પ્રધાન એમ.કે. સ્ટાલિને એક નિવેદનમાં જણાવ્યું હતું કે લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ જિલ્લાઓમાં પણ થોડી છૂટછાટ આપવામાં આવી છે.
આ ઉપરાંત બધા જ જિલ્લામાં સવારે 6 થી સાંજના 5 દરમિયાન કરિયાણા, શાકભાજી, માંસ અને માછલીની દુકાનને મંજૂરી આપવામાં આવશે. સવારે 6 થી સાંજના 5 સુધી શાકભાજી, ફળો અને ફૂલો વેચવામાં આવશે. જથ્થાબંધ માછલી બજારોને પણ મંજૂરી આપવામાં આવશે અને બજારોમાં સામાજિક અંતર સુનિશ્ચિત થાય તે માટે જિલ્લા વહીવટીતંત્રે એક અથવા વધુ ખુલ્લા સ્થળોએ બજારો સ્થાપવાની વૈકલ્પિક વ્યવસ્થા શોધવા પડશે.
જથ્થાબંધ વેપાર માટે કતલખાનાઓને મંજૂરી આપવામાં આવશે. તમામ સરકારી કચેરીઓમાં 30% કર્મચારીઓની છૂટ રહેશે. મેચ ફેક્ટરીઓ 50% વર્કફોર્સ સાથે કાર્ય કરી શકે છે. ચેન્નાઈ સહિત રાજ્યના બાકીના રાજ્યમાં કોરોના કેસોમાં થયેલા ઘટાડાને ધ્યાનમાં રાખીને સરકારે વધારાની છૂટની જાહેરાત કરી છે. આ ઉપરાંત ઈ-નોંધણીની સાથે ખાનગી સુરક્ષા એજન્સીઓ અને ઘરની એજન્સીની સેવાઓ ની પણ છૂટ આપવામાં આવી છે.