ક્રાઇમ

ડોક્ટર બન્યો યમરાજ/ દર્દીઓનો લોડ ઓછો કરવા માટે મેડિકલ મર્ડરનો લીધો સહારો, ન કરવાનું કરતાં 22 લોકોનાં થયાં હતાં મોત

ઉત્તરપ્રદેશના આગ્રામાં કોરોના દર્દીઓની સારવાર કરતો ડોકટર જ યમરાજ બન્યો હોવાનો ખુલ્યું છે. આ ડોકટર પર એક ખાનગી હોસ્પિટલમાં ૨૨ કોરોના સંક્રમિતોના મુત્યુ નિપજાવવાનો આરોપ લાગતા તપાસમાં જે સત્ય બહાર આવ્યું તે આંખ ઉઘાડી નાખે તેવું છે. ડોકટરે હોસ્પિટલમાં કોરોના દર્દીઓનો લોડ ઓછો કરવા માટે મેડિકલ મર્ડરનો સહારો લીધો હતો. કોરોનાની ગંભીર બીમારીથી પીડાતા દર્દીઓનો ઓકસીજન સપ્લાય ૫ મીનિટ માટે બંધ કરી દીધો હતો. આવું કરવાથી કુલ ૨૨ દર્દીઓના મુત્યુ થયા હતા. આ અંગે એક વીડિયો વાયરલ થયો છે જેમાં ડોકટર પોતે જ આ કરતૂતની કબૂલાત કરી રહયો છે.

વિડીયો વાયરલ

પ્રાપ્ત માહિતી અનુસાર આરિંજય જૈન નામના ડોકટરની હોસ્પિટલમાં ૨૬ એપ્રિલ સુધીમાં ૯૬ જેટલા દર્દીઓ દાખલ થયા હતા. હોસ્પિટલમાં દર્દીઓની વધતી જતી સંખ્યાને લઇને તે ચિંતામાં પડયો હતો. ડોકટર ખુદ વીડિયોમાં કબૂલે છે કે પોતાના બોસ સાથે વાત કરી ત્યારે દર્દીઓને ડિસ્ચાર્જ કરવાનું કહયું હતું.

ઓક્સિજન સપ્લાય બંધ કરી દીધો

ઓકિસજનની કયાંય વ્યવસ્થા ન થતા દર્દીઓના સગાને પોતાનું દર્દી લઇ જવા જણાવ્યું હતું, જો કે તેમ છતાં માત્ર ચાર થી પાંચ લોકો જ માન્યા હતા. અમે અહીંયાથી સારવાર લીધા વિના જવાના નથી એવી જીદ પકડી ત્યારે બોસની વાત માનીને ઓકિસજન સપ્લાય બંધ કરી દીધો હતો. ઓકિસજનની વ્યવસ્થા ન થતા ડોકટરે ૨૬ એપ્રિલના રોજ સવારે સાત વાગે હોસ્પિટલમાં ઓકિસજનનું મોકડ્રીલ કર્યુ હતું.

મોકડ્રીલમાં કોણ જીવશે અને કોણ બચશે એ ધ્યાનમાં આવી ગયું હતું. જો કે આ અંગે ડોકટર અરિંજય જૈને વીડિયો સાથે છેડછાડ કરીને રજૂ કરી હોવાનો આરોપ મુકયો હતો. તેમણે ૨૬ એપ્રિલ હોસ્પિટલમાં માત્ર ૪ લોકોના મુત્યુ થયા હોવાનું જણાવ્યું હતું.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button