વડોદરા માં લવ જેહાદ નો વધુ એક બનાવ ; 15 વર્ષ ની સગીરા ને વિધર્મી યુવાને ફસાવી વારંવાર દુષ્કર્મ કર્યું !!
વડોદરામાં વધુ એક લવ-જેહાદનો કિસ્સો સામે આવતા હિન્દૂ સંગઠનો એ વિરોધ કર્યો હતો અને સગીરા ને તેના પરિવાર ને સોંપી હતી.
વડોદરા ના છાણી માં રહેતી 15 વર્ષીય સગીરાને 20 વર્ષીય મિકેનિક વિધર્મી યુવકે પ્રેમજાળ માં ફસાવી સતત 23 મહિના સુધી શારીરિક સંબંધો બાંધ્યા હતા.જેનું અપહરણ કરીને તેના વતન બિહારમાં લઈ જતા આ અંગે નોંધાયેલી બાદ પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.
બીજી તરફ વિધર્મી યુવકે સગીરાને દુષ્કર્મ અને અપહરણ કર્યું હોવાની જાણ થતાં હિન્દુ સંગઠનો છાણી પોલીસ સ્ટેશનમાં પહોંચ્યાં હતાં અને સગીરાનું કાઉન્સેલિંગ કરી તેના પરિવારને સોંપી હતી.
વડોદરા શહેરના છાણી વિસ્તારમાં રહેતી 10માં ધોરણનો અભ્યાસ કરતી 15 વર્ષીય સગીરાએ પોલીસમાં મૂળ બિહાર દરભંગાના અમાનતુલ્લાહ ઉર્ફે રાજા મનસૂરઆલમ સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે અમાનતે તેને પ્રેમજાળમાં ફસાવી અમાનતે તેને ત્રણ મહિના અગાઉ લગ્નની લાલચ આપી હતી અને એ પછી તેને માર્ચ મહિનામાં અલગ-અલગ દિવસે દશરથ ખાતે આવેલા અવાવરૂ રૂમમાં લઇ જઇ તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા.
અને સગીરા ને લગ્નની લાલચ આપી અપહરણ કરી જતા સગીરા ના પરિવારે છાણી પોલીસની મદદ માગી હતી, જેથી પરિવાર પાસેથી મળેલી માહિતીના આધારે પોલીસે બિહારના દરભંગામાં રહેતા અમાનતુલ્લાહના પરિવારને ફોન કર્યો હતો, પણ તે સગીરાને લઇ ઘેર પહોંચ્યો ન હતો, જેથી પોલીસે પરિવારને કડક તાકીદ કરી તે ઘેર આવે તો બંનેને તત્કાળ વડોદરા મોકલવા જણાવતા અમાનતુલ્લાહ સગીરાને લઇને ઘેર પહોંચ્યો કે તેના ભાઇએ તત્કાળ તેને ફ્લાઇટમાં બેસાડી પરત વડોદરા મોકલ્યા હતા. વડોદરા આવતાં જ પોલીસે તેને ઝડપી લીધો હતો. પોલીસે સગીરાની કરેલી પૂછપરછ દરમિયાન અમાનતુલ્લાહે લગ્નની લાલચ આપી અનેકવાર દુષ્કર્મ કર્યું હોવાનું જણાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અને હિન્દૂ સંગઠનો પણ આવી જતા સગીરા નું કાઉન્સિલિંગ કરી પરિવારજનો ને સોંપી હતી.