ગુજરાત

દક્ષિણ ગુજરાત સુધી ચોમાસુ પહોંચ્યું જે રાજ્યભર માં ફેલાશે : સારા વરસાદ ના એધાણ :તા.13 જૂન સુધી વરસાદ ની આગાહી

દક્ષિણ ગુજરાત સુધી ચોમાસા નું આગમન થઈ ચૂક્યુ છે અને વલસાડ,ધરમપુર, વાપી,કપરાડા, નવસારી, ડાંગ,વઘઇ,સાપુતારા,સુરત ઉપરાંત દાદરા નગર હવેલી વિસ્તારમાં વરસાદ ચાલુ થયો છે
રાજ્ય માં તા.9 થી 13મી જૂન સુધી સૌરાષ્ટ્ર તથા દક્ષિણ અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વીજળીના ચમકારા સાથે હળવાથી લઈને મધ્યમ સુધીનો વરસાદ પડી શકે છે. જેમાં સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, જુનાગઢ, રાજકોટ, બોટાદ તથા સુરેન્દ્રનગર જિલ્લાનો સમાવેશ થાય છે. જ્યારે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, તાપી, નર્મદા, સુરત તથા ભરુચમાં વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે.
સાથે જ બીજી તરફ બંગાળની ખાડીમાં પણ લૉ-પ્રેશર સર્જાવાની સ્થિતિ હોય તેની અસરના ભાગરૂપે તા. 14 જૂન બાદ દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની વધુ અસર જોવા મળશે. જ્યારે 20 જૂન પછી અમદાવાદ સહિત રાજ્યના અન્ય ભાગોમાં પ્રિમોનસૂન એક્ટિવિટી શરૂ થવાની સાથે વરસાદી માહોલ સર્જાશે અને જૂન ના અંતિમ દિવસો માં લગભગ આખા રાજ્યમાં ચોમાસુ બેસે તેવી શક્યતા છે. તેની સાથે જ 12થી 15 જુલાઈ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદ નોંધાયા બાદ સારો વરસાદ પડશે.
આ વર્ષે ચોમાસાની સિઝન દરમિયાન રાજ્યમાં 98થી 102 ટકા વરસાદ થવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button