રાજકારણ

700 કરોડથી વધારેનું ફંડ મેળવનારી એકમાત્ર પાર્ટી બની ભાજપ, જાણો અન્ય પાર્ટી કેટલી છે રૂપિયાવાળી

કેન્દ્રમાં સત્તારૂઢ બિજેપીને વર્ષ 2019-20 દરમિયાન વ્યક્તિગત દાન, કોર્પોરેટ હાઉસ અને ઇલેક્ટ્રોરલ ટ્રસ્ટ તરફથી કુલ 785 કરોડ રૂપિયાનું ફંડ મળ્યું છે, બિજેપીને કોંગ્રેસ કરતા પાંચ ગણું વધુ ફંડ મળ્યું છે, બિજેપીને સૌથી વધુ ફંડ ઇલેક્ટ્રોરલ ટ્રસ્ટ, ઉદ્યોગો અને પાર્ટીનાં પોતાના નેતાઓએ આપ્યું છે.

બિજેપીને સૌથી વધુ ફંડ આપનારા તેના નેતાઓમાં પિયુસ ગોયલ, પેમા ખાંડૂ, કિરણ ખેર, અને રમણ સિંહ તરફથી મળ્યું છે, જ્યારે આઇટીસી, કલ્યાણ જ્વેલર્સ, રેર એન્ટરપ્રાઇઝ, અંબુજા સિમેન્ટ, લોઢા ડેવલપર્સ, અને મોતિલાલ ઓસ્વાલ જેવા મોટા કોર્પોરેટ હાઉસ તરફથી પણ બિજેપીને ફંડ મળ્યું છે, ન્યૂ ડેમોક્રેટિક ઇલેક્ટોરલ ટ્રસ્ટ, પ્રૂડેન્ટ ઇલેક્ટોરલ ટ્રસ્ટ, જલ કલ્યાણ ઇલેક્ટોરલ ટ્રસ્ટ, ટ્રાયમ્ફ ઇલેક્ટોરલે પણ બિજેપીને દાન આપ્યું છે.

જ્યારે, આ સંદર્ભે કોંગ્રેસ પાર્ટી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, તેને કુલ 139 કરોડનું ફંડ મળ્યું છે. આ સિવાય જો આપણે અન્ય રાજકીય પક્ષોની વાત કરીએ તો પશ્ચિમ બંગાળમાં શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) ને આઠ કરોડ રૂપિયાનું દાન મળ્યું છે. સીપીઆઈ (કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા) ને 1.3 કરોડ અને સીપીઆઇ (એમ) ને 19.7 કરોડ રૂપિયાનું ફંડ મળ્યું છે.

નોંધનીય છે કે આ રિપોર્ટમાં ફક્ત 20 હજાર રૂપિયાથી વધુ રકમનું ફંડ આપનારા લોકોની માહિતી છે. કોવિડ -19 રોગચાળાને કારણે ચૂંટણી પંચે વર્ષ 2019-20 માટે વાર્ષિક ઓડિટ રિપોર્ટ રજૂ કરવાની છેલ્લી તારીખ વધારીને 30 જૂન કરી દીધી છે.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button