વ્યાપાર

મોંઘવારીનાં પાટે ઝડપથી દોડી રહ્યો છે પેટ્રોલ-ડીઝલનો ભાવ, આજે પણ થયો આટલો વધારો

રાજ્યમાં દિવસેને દિવસે પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં ભાવ વધારો થતો જોવા મળી રહ્યો છે . જેમાં રાજ્યમાં આજે પેટ્રોલની કિંમતમાં 26 પૈસા અને ડિઝલની કિંમતમાં પ્રતિ લિટરે 25 પૈસાનો વધારો થતો જોવા મળી રહ્યો છે .જેમના પગલે આ વધતા ભાવનો માર લોકોને સહન કરવો પડે છે .

જેમાં રાજ્યના આઠ મહાનગરોમાં અમદાવાદમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 93.12 રૂપિયા, જ્યારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે 93.72 રૂપિયા પર પહોંચી ગઈ છે.વડોદરામાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 92.78 રૂપિયા, જ્યારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે 93.39 રૂપિયા પર પહોંચી છે.રાજકોટમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 92.89 રૂપિયા જ્યારેડિઝલની કિંમત પ્રતિ લિટરે 93.51 રૂપિયા પર પહોંચી છે.સુરતમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 93.13 રૂપિયા,જ્યારે ડિઝલની કિંમત 93.75 રૂપિયા પર પહોંચી છે.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button