ક્રાઇમ

હારિજમાં જૂની અદાવતમાં ફાયરિંગ, એકનું મોત

પાટણ જિલ્લાના તાલુકા મથક હારીજ એપીએમસી કેમ્પસના ગેટ પાસે શનિવારના રોજ સવારના દસેક વાગ્યાના સુમારે એકજ સમાજના શખ્સો વચ્ચે જૂની અંગત અદાવતને લઇને બાઈક ઉપર આવેલા અજાણ્યા બાઇક ચાલકો દ્વારા રિવોલ્વર થી ફાયરિંગ સાથે ત્રિક્ષણ હથિયારો વડે રબારી સમાજના એક્ટિવા ઉપર જઈ રહેલબે યુવાનો ઉપર હુમલો કરાતા એક યુવાનનું ઘટના સ્થળે કરુણ મોત નીપજયું હતું.જ્યારે અન્ય ઇજાગ્રસ્ત યુવાનને પાટણ ધારપુર હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતા. બનાવની જાણ જિલ્લા પોલીસ વડા એલ સી બી હારીજ પોલિસ સહિતના સ્ટાફને થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈ પરિસ્થિતિ વણસે નહીં તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી ફાયરિંગ સાથે હુમલો કરી ફરાર થયેલા બાઇક સવારોને ઝડપી લેવાના ચક્રો ગતિમાન બનાવ્યા છે.

​​​​​​​

બનાવની મળતી હકીકત મુજબ પાટણ જિલ્લાના તાલુકા મથક હારીજ ખાતે રહેતા ગામ દરવાજા વિસ્તાર ના રબારી સમાજના કુટુંબીજનોમાં અગાઉ થયેલી બબાલની અદાવત રાખીને શનિવારના રોજ બાઈક ઉપર આવેલા કેટલાક ઇસમો દ્વારા લાભુભાઈ કમશીભાઇ દેસાઈ અને મહેશભાઇ કરમશીભાઇ દેસાઈ ઉપર હારીજ એપીએમસીમાં કેમ્પસના ગેટ પાસે આંતરી રિવોલ્વરથી ફાયરિંગ કરી છરી જેવા તિક્ષ્‍ણ હથિયાર વડે હુમલો કરાયો હતો. આ હુમલામાં લાભુભાઈ કમશીભાઇ દેસાઈને પેટના ભાગે ગોળી વાગતાં અને છરીથી કરાયેલા હુમલાના કારણે તેઓનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું જ્યારે મહેશભાઇ કરમશીભાઇ દેસાઈને પગ અને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેઓને તાત્કાલીક સારવાર અર્થે પાટણની ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હારીજ એપીએમસી કેમ્પસના ગેટ પાસે બનેલા બનાવના પગલે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા સહિતના એલ સી બી પો.સ.ઇ એ.બી.ભટ્ટ હારીજ પો.સ.ઇ. એ.આર. ચોધરી પોલીસ સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિ વધુ વણસે નહીં તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી હુમલો કરી બાઇક પર ફરાર થયેલા શખ્સોને ઝડપી લેવાના ચક્રો ગતિમાન બનાવ્યા હતા.

ફાયરિંગ કરનારાની ઓળખ થઈ

પાટણ જિલ્લા પોલીસ વડા દ્વારા હારીજ એપીએમસી ગેટ પાસે ફાયરિંગ કરી હત્યા કરનાર આરોપીઓની સી ટીવી ફૂટેજ દ્વારા ઓળખ થઇ હતી. જેમાં રબારી હાર્દિક ભાઇ બાબર ભાઈ અનીલ ભાઇ અમરતભાઈ હોવાનું સામે આવતાં પોલીસે ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button