નંદેસરી પોલીસ સ્ટેશન હદ વિસ્તાર માંથી બીજી વાર PCB પોલીસે નકલી તબીબ ને ઝડપી પાડ્યો, નંદેસરી પોલીસ ફરી ઊંઘતી રહી,
કોરોના ના કહેર વચ્ચે નકલી તબીબો નો રાજ્ય માં રાફડો ફાટ્યો, એક પછી એક નકલી તબીબો પોલીસ ના હાથે ઝડપાઇ રહ્યા છે, વડોદરા ના નંદેસરી પોલીસ સ્ટેશન હદ વિસ્તાર માં સાકરતા ગામ માં નકલી ડીગ્રી સાથે નકલી તબીબ આશરે છેલ્લા 24 વર્ષ થી દવાખાનું ચલાવતો હતો, પ્રાપ્ત વિગત અનુસાર વડોદરા શહેર PCB પોલીસ ના ગૌવરાજસિંહ સીસોદીયા ને અંગત બાતમી મળી હતી કે નંદેસરી પોલીસ સ્ટેશન હદ વિસ્તાર માં નકલી તબીબ દવાખાનું ચલાવી રહ્યો છે, બાતમી મળતા ની સાથે જ PCB પોલીસ કર્મી સાકરતા ગામ ના શોપિંગ માં તપાસ કરતા ત્યાંથી એક તબીબ મળી આવેલ હતો, તબીબ ને સાકરદા સરકારી હોસ્પિટલ માં લઇ જઇ તેના તમામ પુરાવા તપાસ કરતા તબીબ પાસે કોઈ ડૉક્ટરી ડીગ્રી મળી આવેલ નહતી,
કોલકત્તા નું હર્બલ પ્રોડક્ટ નું લાઇસન્સ ધરાવતા તબીબે છેલ્લા 24 વર્ષ થી સાકરતા ખાતે હોસ્પિટલ ખોલી રાખ્યું હતું, હર્બલ પ્રોડક્ટ નું માર્કેટિંગ અને સેમિનાર નું સર્ટિફિકેટ લઈને બની બેઠેડા નકલી તબીબ ને આજે PCB પોલીસે ઝડપી પાડ્યો હતો, નકલી તબીબ કમરુલ હસન અવ્વલ હસન ખાન(પઠાન) રહે, હુસેની પાર્ક, બીસ્મિલ્લા પાર્ક ની બાજુમાં ગોરવા. મૂળ રહેવાસી- ઉત્તર પ્રદેશ. સાકરતા ખાતે “મખદુમ ક્લિનિક” નામથી દવાખાનું ચલાવતો હતો,
પોતાની પાસે કોઈ ડૉક્ટરી ડીગ્રી ના હોવા છતાં કેટલાય દર્દીઓ ની ટ્રીટમેન્ટ કરી કેટલાય ના જીવ જોખમમાં મુક્યા,
વધુ માં થોડા દિવસો પહેલા જ નંદેસરી પોલીસ સ્ટેશન થી થોડાક જ અંતરમાં નકલી તબીબ ને PCB પોલીસે ઝડપી પાડ્યો હતો અંર કાયદેસર ની કાર્યવાહી કરી હતી, અંગત સૂત્રો તરફ થી મળતી માહિતી અનુસાર પહેલા PCB પોલુસે નકલી તબીબ ને ઝડપ્યા પછી નંદેસરી પોલીસ સ્ટેશન ના PI એ તાત્કાલિક વિસ્તાર ના તમામ નાના મોટા તબીબો સાથે એક મીટિંગ યોજી હતી, મીટિંગ યોજ્યા પછી પણ વડોદરા શહેર PCB પોલીસે ફરી એક વખત રેઇડ કરી નંદેસરી પોલીસ સ્ટેશન હદ વિસ્તાર સાકરદા ગામ માંથી એક નકલી તબીબ ને ઝડપી પાડ્યો છે, દવાઓ નો જથ્થો પોલીસે કબ્જે લઈ કાયદેસર ની કાર્યવાહી કરી.
આર્યનસિંહ ઝાલા
ધર્મપાલસિંહ ગોહિલ
NS NEWS (નૈતિક સમાચાર)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/