દેશ દુનિયા

પોર નજીક અણખી ગામ પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે લક્ઝરી તથા ચાર ઈસમોને ઝડપી પાડતી વરનામાં પોલીસ..

બસમાં લઇ જવાતા ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે ચાર ખાનદાન પરિવારના નબીરાઓને વરણામાં પોલીસે ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સુત્રીય માહિતી અનુસાર વરણામા પોલીસ સ્ટેશન ના પી.એસ.આઈ.જયદીપસિંહ સરવૈયા તથા પોર બીટ ના ઇન્ચાર્જ જમાદાર મહેશ ભાઈ રાઠવા તથા પોર ચોકી ના પોલીસ કોસ્ટેબલ પરીક્ષિત રાજ કિર્તીસિંહ ચુડાસમા તથા સાદુરભાઈ પોલીસ સ્ટાફ ને માહિતી બાતમી મળી હતી કે પાટલીપુત્ર ટ્રાવેલ્સ લક્ઝરી બસ કે જે બસનો ઉપયોગ ધાર્મિક યાત્રાએ લઈ જવામાં થાય છે તે બસમાં ભારતીય બનાવટના  વિદેશી દારૂના જથ્થા સાથે ચાર ખાનદાની નબીરાવો ઓ ને ઝડપી પાડ્યા હતા. 

જે બાતમીવાળી લક્ઝરી બસ નંબર જીજે – ૦૬ એ યુ – ૭૪૨૮ દારૂનો જથ્થો ભરી પોર કાયાવરોહણ રોડ ઉપર અણખી પાસે એસ.આર.પેટ્રોલપંપ પાસે જે બસ યાત્રાળૂ ઓ ને પ્રવાસ લઈ ગયા હતા.અને રિટર્ન આવતા અણખી ગામના પેસેન્જરોને ઉતારતા હતા.ત્યાં પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે બાતમીવાળી લક્ઝરી બસ આવતા તેને રોકી સઘન તલાસી લેતા ડેકી માં એક ઈસમ તથા બસમાં અન્ય ત્રણ ઈસમો બેસેલા જે તમામ ઇસમોને પોલીસે બસમાંથી નીચે ઉતારી બસના અંદરના ભાગમાં તેમજ બસની ડેકીમાં તલાસી લેતા ડેકીમાં પ્લાસ્ટિકના ત્રણ કંતાનના  થેલામાં પૂઠાના બોક્સમાં ભરેલો ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટીઓ તેમજ બે નંગ છુટ્ટી બોટલો મળી આવી હતી. 

 બોક્સ નંગ ૫૬ કિંમત રૂપિયા ૯,૧૫૮ બસની કિંમત રૂપિયા પંદર લાખ તથા મોબાઇલ નંગ ૪ કિંમત રૂપિયા ૨૦,૦૦૦ મળી કુલ ‍૧૫,૨૯,૧૫૮ ના મુદ્દામાલ સાથે પોલીસે દિનેશ નાનુંરામ ધૂર્વે રહે. વડોદરા, ધર્મેશ કાન્તી વસાવા રહે. વડોદરા, અલ્પેશ મહેન્દ્ર પટેલ રહે. તારાપુર તેમજ નગીન પાટણવાડિયા રહે પોરનાઓની ધરપકડ કરી ચારેય ઇસમો વિરૂદ્ધ પ્રોહિબીશન એક્ટ હેઠળ વરણામાં પોલીસ મથકમાં  ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ધાર્મિક જાત્રાની અાડમાં લકઝરી બસમાં ચાલતા ગોરખધંધાઓનો વરણામા પોલીસે પર્દાફાશ કરતા લોકોમાં ભારે ચર્ચાનો વિષય બનવા પામ્યો છે.અને છેલ્લા ત્રણ ચાર વર્ષ થી ચાલતું હતું આ રેકેટ તે આજે વરણામા પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો હતો

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button