નવી દિલ્હી: દેશમાં ત્રણ દીવસ મોડું પહોંચ્યા બાદ ઝડપથી આગળ વધી રહેલા નેરૂત્યના ચોમાસાનો એક છેડો છેક દિલ્હી નજીક પહોંચી ગયો છે અને ચોમાસું હવે દેશના 20થી વધુ રાજયોમાં સક્રીય બની ગયુ છે પણ અગાઉ તા.10ના રોજ જ ગુજરાતના દક્ષિણ કિનારે પહોંચેલા ચોમાસાની ગતિ ધીમી પડી ગઈ છે અથવા તો ઠપ્પ થઈ ગઈ છે અને હવે ગુજરાતમાં આગામી ત્રણ ચાર દીવસમાં આ સીસ્ટમ મજબૂત બનીને આગળ વધે તેની રાહ જોવી પડશે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વલસાડમાં 24 મીમી સિવાય કયાંય વરસાદ નથી અને સૌરાષ્ટ્રમાં તો રવિવારે એક છાંટો વરસાદ પડયો નથી. દિલ્હીમાં આવતીકાલે વરસાદનું આગમન થઈ શકે છે અને દેશમાં આગામી 24 કલાકમાં દેશમાં ગુજરાત સિવાય 20 રાજયોમાં વરસાદની આગાહી થશે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં ચક્રવાતનું ક્ષેત્ર બનશે જે ચોમાસાને આગળ ધપાવશે. મહારાષ્ટ્રમાં ચોમાસુ પૂર્ણ રીતે સક્રીય છે અને મુંબઈ તથા આસપાસના વિસ્તારોમાં રોકાઈ રોકાઈને પણ વરસાદ નોંધાઈ રહ્યો છે અને આર્થિક રાજધાનીમાં ઠેર ઠેર પાણી ભરાઈ જતા જનજીવનને મોટી અસર થઈ છે. મુંબઈમાં આગામી બે દીવસમાં હજું વધુ વરસાદ નોંધાશે. મધ્યપ્રદેશના 11 જીલ્લામાં ભારે વરસાદની ચેતવણી આપવાની ચેતવણી આપવામાં આવી છે. બિહારમાં પણ ચોમાસાનું આગમન થઈ ગયું છે. પંજાબ અને હરીયાણામાં પણ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. મુંબઈ અને થાણેમાં વરસાદનું ઓરેંજ એલર્ટ જાહેર થયું છે.

દેશમાં ત્રણ દીવસ મોડું પહોંચ્યા બાદ ઝડપથી આગળ વધી રહેલા નેરૂત્યના ચોમાસાનો એક છેડો છેક દિલ્હી નજીક પહોંચી ગયો છે અને ચોમાસું હવે દેશના 20થી વધુ રાજયોમાં સક્રીય બની ગયુ છે પણ અગાઉ તા.10ના રોજ જ ગુજરાતના દક્ષિણ કિનારે પહોંચેલા ચોમાસાની ગતિ ધીમી પડી ગઈ છે અથવા તો ઠપ્પ થઈ ગઈ છે અને હવે ગુજરાતમાં આગામી ત્રણ ચાર દીવસમાં આ સીસ્ટમ મજબૂત બનીને આગળ વધે તેની રાહ જોવી પડશે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વલસાડમાં 24 મીમી સિવાય કયાંય વરસાદ નથી અને સૌરાષ્ટ્રમાં તો રવિવારે એક છાંટો વરસાદ પડયો નથી. દિલ્હીમાં આવતીકાલે વરસાદનું આગમન થઈ શકે છે અને દેશમાં આગામી 24 કલાકમાં દેશમાં ગુજરાત સિવાય 20 રાજયોમાં વરસાદની આગાહી થશે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં ચક્રવાતનું ક્ષેત્ર બનશે જે ચોમાસાને આગળ ધપાવશે. મહારાષ્ટ્રમાં ચોમાસુ પૂર્ણ રીતે સક્રીય છે અને મુંબઈ તથા આસપાસના વિસ્તારોમાં રોકાઈ રોકાઈને પણ વરસાદ નોંધાઈ રહ્યો છે અને આર્થિક રાજધાનીમાં ઠેર ઠેર પાણી ભરાઈ જતા જનજીવનને મોટી અસર થઈ છે. મુંબઈમાં આગામી બે દીવસમાં હજું વધુ વરસાદ નોંધાશે.
મધ્યપ્રદેશના 11 જીલ્લામાં ભારે વરસાદની ચેતવણી આપવાની ચેતવણી આપવામાં આવી છે. બિહારમાં પણ ચોમાસાનું આગમન થઈ ગયું છે. પંજાબ અને હરીયાણામાં પણ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. મુંબઈ અને થાણેમાં વરસાદનું ઓરેંજ એલર્ટ જાહેર થયું છે.