ગુજરાતરાજકારણ

અરવિંદ કેજરીવાલ અમદાવાદમાં: જબરો ‘શો’

અમદાવાદ: ગુજરાતમાં હાલમાં ભાજપ-કોંગ્રેસના ગરમ બનેલા આંતરીક રાજકારણ અને ખોડલધામમાં પાટીદાર પાવર્સની ચર્ચા વચ્ચે આજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અમદાવાદ આવી પહોંચતા હવે તેમની હાજરીમાં કેટલા મહાનુભાવો ‘આપ’માં જોડાય છે તેના પર સૌની નજર છે. ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ રાજયમાં ‘આપ’ની ‘હવા’ ઉભી કરવામાં અરવિંદ કેજરીવાલ સફળ રહ્યા છે અને ટીવી ચેનલના જાણીતા એન્કર ઈશુદાન ગઢવી આજે તેમની સાથે જોડાઈ શકે છે અને અમદાવાદમાં પણ અનેક જાણીતા ચહેરા ‘આપ’નું દામન પકડશે. આમ આદમી પાર્ટીના આ વડા પક્ષના નવા મધ્યસ્થ કાર્યાલયને ખુલ્લુ મુકશે તેઓએ બદલશે ગુજરાત એ સ્લોગન સાથે રાજયમાં પક્ષનો પ્રભાવ વધારવાનો પ્રારંભ કર્યો અને તેઓ હવે સુરતને પણ ‘આપ’ના ઉદયનું કેન્દ્ર બનાવીને ગુજરાતમાં આગળ વધવા માંગે છે. સૂત્રોના જણાવ્યા મુજબ કેજરીવાલ અમદાવાદમાં વૈષ્ણવોના સૌથી મોટા ધર્મસ્થાન વલ્લભસદનમાં દર્શનાર્થે જશે અને જે અમદાવાદમાં મધ્યમાં આવેલું છે. ઉપરાંત તેમાં કાર્યાલયના ઉદઘાટનમાં હાજરી આપશે અને સૂરતના ‘આપ’ના ચૂંટાયેલા કોર્પોરેટરને પણ મળશે.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button