દેશ દુનિયા

એક કોરોના વાયરસ ખત્મ નથી થયો ત્યાં ચીને બીજા 24 શોધ્યા, 4 વાયરસ કોવિડ-19 જેટલા ખતરનાક

અત્યારે દુનિયા કોરોના વાયરસથી છૂટકારો મેળવવાનું વિચારી રહ્યું છે. તો ચીનના વૈજ્ઞાનિકોએ 24 નવા કોરોના વાયરસ શોધ્યા છે. આમાંથી 4 કોરોના વાયરસ કોવિડ-19 જેવા છે. એટલે કે ખતરો 4 ગણો વધારે થઈ ગયો છે. ચીનના વૈજ્ઞાનિક કોરોના વાયરસની ઉત્પત્તિની શોધ કરી રહ્યા હતા, ચામાચિડિયાની તપાસ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમને આ નવા 24 કોરોના વાયરસની જાણ થઈ. આમાંથી એક વાયરસ અત્યારે કહેર વેરી રહેલા SARS-CoV-2 વાયરસથી જિનેટકલી ઘણો જ મળતો આવી રહ્યો છે. એટલે કે દુનિયાએ વધારે સતર્ક રહેવાની જરૂર છે.

દક્ષિણ-પશ્ચિમ ચીનમાં જોવા મળતા ચામાચિડિયામાં જોવા મળ્યા વાયરસ

ચીનના વૈજ્ઞાનિકોએ આ 24 કોરોના વાયરસને દક્ષિણ-પશ્ચિમ ચીનમાં જોવા મળતા ચામાચિડિયામાં શોધ્યો. સાથે જ એ પણ જણાવવાનો પ્રયત્ન કર્યો કે આ 24 વાયરસોમાંથી કેટલાક માણસોને સંક્રમિત કરી શકે છે. આ રિપોર્ટ Cell જર્નલમાં પ્રકાશિત થયો છે. શૈનડોંગ યુનિવર્સિટીના રિસર્ચર્સે જણાવ્યું કે, અમે ચામાચિડિયાઓની અલગ-અલગ પ્રજાતિઓમાં 24 નવા કોરોના વાયરસની શોધ કરી છે. આમાંથી 4 કોરોના વાયરસ એવા છે જે વર્તમાનમાં મહામારીનું કારણ બનેલા કોવિડ-19થી ઘણા મળતા આવે છે.

ચામાચિડિયાના પેશાબ અને મળની તપાસ કરી

ચીની વૈજ્ઞાનિકોએ મે 2019થી લઇને નવેમ્બર 2020ની વચ્ચે દક્ષિણ-પશ્ચિમ ચીનના જંગલોમાં રહેલા ચામાચિડિયાના સેમ્પલ લીધા. વૈજ્ઞાનિકોએ ચામાચિડિયાના પેશાબ અને મળની તપાસ કરી. સાથે જ કેટલાક ચામાચિડિયાના મોઢામાંથી થૂંક પણ લીધું. ત્યારબાદ જ્યારે આ સેમ્પલોની તપાસ કરવામાં આવી ત્યારે આમાં 24 નવા કોરોના વાયરસ હોવાનું સામે આવ્યું. એક ચીની વૈજ્ઞાનિક પ્રમાણે આમાંથી એક વાયરસ SARS-CoV-2થી જિનેટિકલી ઘણો જ મળતો આવે છે.

નવા કોરોના વાયરસનો સ્પાઇક પ્રોટીન થોડુંક અલગ

દુનિયા અત્યારે SARS-CoV-2 કોરોના વાયરસથી પરેશાન છે. વૈજ્ઞાનિકે જણાવ્યું કે, જે નવો કોરોના વાયરસ મળ્યો છે તેના સ્પાઇક પ્રોટીનમાં વર્તમાન મહામારીવાળા વાયરસથી થોડું અંતર છે, પરંતુ તે જિનેટિકલી સૌથી નજીક છે. સ્પાઇક પ્રોટીન કોરોના વાયરસની એ બહારની કાંટાળી સપાટી હોય છે જે માણસોની કોશિકાઓથી વાયરસને ચોંટવામાં મદદ કરે છે.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button