ગરીબોને આપવામાં આવતો સસ્તા અનાજ નો જઢ્ઢો ગેરકાયદેસર વેચાણ કરવા જતાં છોટાઉદેપુર એસ.ઓ.જી પોલીસ દ્વારા અટકાયત.
છોટાઉદેપુર જિલ્લાના ઝોઝ ખોડવાનયા ગામાંથી દિન દયાલાલ સસ્તા અનાજની દુકાન માંથી ગરીબો ને આપવામાં આવતું સરકાર દ્વારા સસ્તું અનાજ દુકાનદારો કૌભાંડ કરી રહ્યા હોવાની બાતમી ના આધારે છોટાઉદેપુર એસ.ઓ.જી.પોલીસે દુકાનદાર ની અટકાયત કળી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે..
દુકાનદાર પિકપ ગાડીમાં ઘઉં નો જથ્થો ભરવા લગાડી કારા બજારોમાં વેચાણ કરવા જવા હોવાનું છોટાઉદેપુર એસ.ઓ.જી પોલિસ ને બાતમી મળતા ઘટના સ્થળે પોહચી દુકાન માલિક ને રંગેહાથ ઝડપી પાડ્યો હતો..
ઘઉંના મુદ્દા માલ સહીત પિકપ ગાડી કિંમત સહીત 5,04,000/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે..
દિન દયાલાલ લાઇસન્સ ધારક શારદાબેન.આર. રાઠવા સામે પોલીસ ઇસ્પેક્ટર શ્રી.જે.પી.મેવાડા ગેરકાયદેસર વેચાણ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે..
રિપોર્ટર:શકીલ સમોલ છોટાઉદેપુર