ગુજરાત

મીની નદી કિનારાનું પાણી કાળું અને દુર્ગન વાળું

છેલ્લા ત્રણચાર દિવસથી મીની નદી કિનારાનુ પાણી કાળૂ અને દુરગંધ વાડુ થવાથી દામાપુરા સુધી મીની નદીનુ પાણી ખરાબ જોવા મડતાં દામાપુરા ના ગામ લોકોની ફરિયાદો જોવા મડી હતી.

ત્યારબાદ પર્યાવરણ બચાવો જમીન બચાવો સમીતી સાથે દામાપુરા ના ગામ લોકો સાથે સાકરદા મીની નદી કીનારે જાચ-પડતાલ કરતા નવદુર્ગા એસ્ટેટ તથા સાકરદા મીની નદી કીનારે આવેલી સ્ટાન્ડર્ડ પેસ્ટ્રીસાઇડ કંપની ની હદ્દ પુરી થતાં પાછડના ભાગમાં એક દિવાલમાથી લાઈવ પાણી નીકળતાં જોવા મડેલ હતુ, અને આ કેમિકલ યુકત જેરી રાસાયણિક પાણી સ્ટાન્ડર્ડ પેસ્ટીસાઈડ કંપની ની દીવાલ માંથી નીકળી મીની નદી માં પ્રસરી રહ્યું હતું, અને પાણીને પીએચ પટ્ટીથી ચેક કંરતા 10 પીએચ જેટલુ પ્રદુષિત જોવા મડેલુ હતુ,
વધુ માં કંપની ની બાજુમાં કંપની વેસ્ટ કચરો સળગાવા માં આવ્યો હતો પરંતુ GPCB ના અધિકારી આવતા ની સાથે સ્ટાન્ડર્ડ પેસ્ટીસાઈડ ના સિક્યુરિટી દ્વારા પાણીની પાઇપ લંબાવીને આ સળગાવેલ કચરાને ઓલવી નાખવામાં આવેલ,
જેથી જીપીસીબીના અધિકાર ને પર્યાવરણ બચાવો જમીન બચાવો સમિતિ ના અધ્યક્ષ દીપકસિંહ વીરપુરા દ્વારા ફોન કરી ફરિયાદ આપી તમામ માહીતી પુરી પાડી,

ત્યારબાદ GPCB ના રિજનલ ઓફિસર નિરજભાઈ શાહ સાથે માર્ગીબેન પટેલ ઘટના સ્થળે આવી, સ્ટાન્ડર્ડ પેસ્ટીસાઈડ ની પાછળ ના ભાગ માં જ્યાં મીની નદી માં કેમિકલ યુક્ત પાણી જોવા મળેલ તે સ્થળે જઈ કેમિકલ યુક્ત પાણી ના સેમ્પલ લઈ વધુ જાણકારી માટે સ્ટાન્ડર્ડ પેસ્ટીસાઈડ કંપની માં તપાસ કરવા ગયા હતા,

અગાઉ પણ આવી ગણી ફરિયાદો સાથે કેટલા પશુઓના આ સ્ટાન્ડર્ડ પેસ્ટીસાઈડ કંપની ના પ્રદુષિત પાણી પીવાથી મોત નિપજ્યા હતા એવું જાણવા મળ્યું,

આજે આ પાણી દામાપુરા સીમ વિસ્તારની હદ્દથી તા સાકરદા સ્ટાન્ડર્ડ પેસ્ટ્રીસાઇડ કંપનીની પાછળ ના ભાગની દિવાલ સુધીનુજ પાણી કાળા કલર સાથે જોવા મડેલ છે.
સાકરદા જીઆઈડીસી મા ગણી બધી કેમીકલ કંપનીઓ પણ આવેલી છે.

આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button