ગુજરાત

છોટાઉદેપુર પંથકમાં વરસાદ નું આગમન થતાં ઓરસંગ માં નવા નીર આવ્યા

છોટાઉદેપુર પંથકમાં વરસાદ નું આગમન થતાં ઓરસંગ માં નવા નીર આવ્યા


છેલ્લા એક મહિનાથી ગરમીના ભારે ઉકળાટ બાદ ગઈકાલે સાંજે આઠ વાગે વીજળીના કડાકા અને ભડાકા સાથે અચાનક વરસાદની જોરદાર એન્ટ્રી પડતાં લોકો સહિત ખેડૂતોએ રાહત અનુભવી છે આ સાથે ઉપરવાસમાં પણ ભારે વરસાદ પડતા ઓરસંગ નદીમાં પુર આવ્યું હતું.
છેલ્લા એક મહિનાથી વરસાદ નહીં આવવાના કારણે લોકો ગરમીથી ત્રસ્ત થઇ ગયા હતા જ્યારે શરૂઆતના વરસાદમાં મોટાભાગના ખેડૂતોએ વાવેતર પણ કરી દીધું તેવામાં વરસાદે હાથતાળી દેતા સૌ ચિંતિત બની ગયા હતા પરંતુ ગઈકાલે હવામાન માં અચાનક પલટો આવતા ભયંકર વીજળીના કડાકા-ભડાકા અને ભારે પવન સાથે વરસાદ પડતા સૌ એ રાહતનો દમ લીધો હતો આ સાથે ઓરસંગ નદીમાં નવા નીર આવતા નગરજનોને પાણીના કકળાટથી પણ છુટકારો મળશે.

રિપોર્ટર:શકીલ સમોલ.
છોટાઉદેપુર

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button