લેન્ડ ગ્રેબિંગ ના કાયદા ને ધોળી ને પી જતી નંદેસરી ની પાનોલી ઇન્ટરમીડિટેડ કંપની! ખેડૂતો ની જમીન કબ્જે કરી બાંધકામ કર્યું,
નંદેસરી GIDC માં આવેલ ખેડૂતો ની જમીન પર વર્ષોથી નામચીન ઉદ્યોગપતિ શિવલાલ ગોયલે કબ્જો કર્યો, ખેડૂતો એ કલેક્ટરને આવેદન પત્ર આપી રજુઆત કરી
કેટલાય વર્ષો થી અનગઢ ના ખેડૂતો ની જમીન નંદેસરી GIDC માં આવેલ છે, આ જમીન ઉપર નામચીન ઉદ્યોગપતિ શિવલાલ ગોયલ દ્વારા ગેરકાયદેસર કબ્જો કરવામાં આવ્યો છે, ખેડૂતો ને કોઈ પણ પ્રકાર નું વળતર આપ્યા વગર જમીન પર કબ્જો કરી બાંધકામ કરવામાં આવી રહ્યું છે, જમીન ના પેપર માં ખેડૂતો ના નામ છે, પરંતુ તેના પર કબ્જો પનોલી ઇન્ટરમીડિટેડ કંપની ના માલિક શિવલાલ ગોયલ નો છે, ખેડૂતો એ કેટલીય વાર જમીન પાછી લેવા રજૂઆતો કરી હતી પંરતુ શિવલાલ ગોયલ એક ના બે ના થયા, ગરીબ ખેડૂતો ઉદ્યોગપતિ ની દાદાગીરી સામે લાચાર બન્યા હતા, કોર્ટ માં કેસ પણ દાખલ કરવામાં આવ્યો હતો પરંતુ આજ દિન સુધી તેનું નિરાકરણ આવેલ નથી,આજથી અઢી મહિના પહેલા લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત ખેડૂતો એ વડોદરા કલેક્ટર ઓફીસ 2 હજાર રૂપિયા ભરીને ફરિયાદ દાખલ કરી હતી, જેનો પણ કોઈ યોગ્ય નિરાકરણ ના આવતા આજ રોજ પર્યાવરણ બચાવો જમીન બચાવો સમિતિ અને ખેડૂતો એ સાથે મળી ને કલેક્ટર શ્રી ને આવેદન પત્ર આપ્યું હતું, કલેક્ટર શ્રી ને રજુઆત કરવામાં આવી હતી કે જલ્દી થી ખેડૂતો ને ન્યાય મળે અને તેમની જમીન પાછી મળે,
NS NEWS (નૈતિક સમાચાર)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/