નંદેસરી GIDC નું બેફામ પ્રદુષણ…પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ઘોર નિંદ્રા માં !
નંદેશરી GIDC ના વેસ્ટ કેમિકલ દુર્ગંધ પ્રદુષિત પ્રવાહી થી સ્થાનિકો પરેશાન, નંદેશરી GIDC માં આશરે 300 થી વધુ કેમિકલ ઉદ્યોગો આવેલા છે, અને આમાંના ઘણા કેમિકલ ઉદ્યોગો કંપનીનું વેસ્ટ કેમિકલ પ્રવાહી સીધે સીધું મીની નદી માં ઠાલવી દેતા હોય છે, આજ રોજ રામપુરા-અનગઢ મીની નદી માં વેસ્ટ કેમિકલ્સ પ્રવાહી પુષ્કળ પ્રમાણ માં જોવા મળ્યું છે, નંદેશરી ના ઉદ્યોગો દ્વારા છોડવામાં આવેલ કેમિકલ યુક્ત વેસ્ટ પાણી ના લીધે ખેડૂતો ની જમીન અને પીવાના પાણી પ્રદુષિત થયા છે, રામપુરા અનગઢ મીની નદી કિનારે ના સ્થાનિક ખેડૂતો ને ઘણી મોટી સમસ્યા નો સામનો કરવો પડી રહ્યો છે, વેસ્ટ કેમિકલ પ્રવાહી નંદેશરી GIDC માંથી ચામુંડાનગર સિંહાકુઈ થી વિસ્તાર માંથી સીધું મીની નદી માં છોડવામાં આવી રહ્યું છે, વધુ માં થોડા વર્ષ પહેલા ચોમાસા ની ઋતુ માં નંદેશરી નું કેમિકલ વેસ્ટ વાળું પાણી મીની નદી માં અચાનક છોડતા સિંહાકુઈ પ્રાથમિક શાળા નો એક બાળક સિંહાકુઈ ના ઓકરા માંથી સીધો તણાઈ ને મીની નદી માં જતા રહેતા કેમિકલ વાળું પાણી પીવાથી મૃત્યુ પામ્યો હતો, સ્થાનિકો નો એવો આક્ષેપ છે કે અનેક વખત રજૂઆતો કરવા છતા કોઈ અધિકારીઓ જાગૃત થયા નથી,
વધુ માં પર્યાવરણ બચાવો જમીન બચાવો સમિતિ ના અધ્યક્ષ દીપકસિંહ વીરપુરા એ જણાવ્યું હતું કે આ કેમિકલ વેસ્ટ પાણી નંદેશરી GIDC માંથી રાત્રી ના સમય નંદેશરી ના ઘણા લોકો ની મિલીભગત થી સીધે સીધું મીની નદી માં નાખી દેવામાં આવે છે, દીપકસિંહ વીરપુરા દ્વારા વધુ માં. જનાવતા કહ્યું કે અમારી સમિતિ દ્વારા નંદેશરી એસોસિયેશન, GPCB, CPCB માં અનેક વખતે લેખિત માં ફરિયાદો કરવામાં આવેલ છે પણ કોઈ અધિકારી દ્વારા કડક માં કડક પગલાં લેવામાં આવ્યા નથી,
આર્યનસિંહ ઝાલા
NS NEWS (નૈતિક સમાચાર)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/