આરોગ્ય

કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ દુબઇમાં એક્સ્પો 2020 ખાતે ઇન્ડિયા પેવેલિયનની મુલાકાત લીધી

કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ દુબઇમાં એક્સ્પો 2020 ખાતે ઇન્ડિયા પેવેલિયનની મુલાકાત લીધી

“અમે આખી દુનિયામાં ‘ભારતમાં નિર્મિત’, ‘ભારતમાં સંશોધિત’ રસીઓ પૂરી પાડી રહ્યા છીએ અને દરેક લોકોને કોવિડ 19 સામે સુરક્ષિત રહેવામાં મદદ કરી રહ્યા છીએ”
ડૉ. મનસુખ માંડવિયાએ મેક-ઇન-ઇન્ડિયાને મજબૂત બનાવવા માટે એક્સ્પો 2020માંથી વૈશ્વિક રોકાણકારોને આમંત્રણ આપ્યુંકે ન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી તેમજ રસાયણ અને ખાતર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે દુબઇમાં યોજાયેલા એક્સ્પો 2020માં ઇન્ડિયા પેવેલિયનની મુલાકાત લીધી હતી અને મેક ઇન ઇન્ડિયાને વધુ મજબૂત બનાવવા માટે ઇન્ડિયા પેવેલિયનમાંથી વૈશ્વિક રોકાણકારોને આમંત્રણ આપ્યું હતું.ઇન્ડિયા પેવેલિયનમાં સંબોધન કરતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, “ભારતમાં રોકાણકારો માટે પ્રચંડ તકો રહેલી છે કારણ કે તે મજબૂત લોકશાહી દેશ છે, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ મોટું સુવિધાકાર પરિબળ છે અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિકાસની ગતિ વધી છે.” તેમણે ઉમેર્યું હતું કે, મધ્યમ વર્ગનું વિસ્તરણ થઇ રહ્યું છે અને વપરાશની શક્તિમાં વધારો થઇ રહ્યો છે. કોવિડ-19 સામે ભારતની નોંધનીય લડાઇ પર પ્રકાશ પાડતા આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, “રસીના વિનિર્માણ ક્ષેત્રમાં ભારત વૈશ્વિક અગ્રણી છે. બે ભારતીય કંપનીઓએ રસી પર માત્ર R&D નથી કર્યું પરંતુ દેશમાં જ રસીનું નિર્માણ પણ કર્યું છે. અમારી રસી વિનિર્માણ કરવાની ક્ષમતા દર મહિને 310 મિલિયન ડોઝની છે અને 18 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં પાત્રતા ધરાવતા 86% લોકોએ કોવિડ વિરોધી રસીનો પ્રથમ ડોઝ લઇ લીધો છે જ્યારે 55% લોકોએ બંને ડોઝ લઇ લીધા છે. આ બાબત ભારતની તાકાત બતાવે છે.”ડૉ. મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે, “પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આગળ વધીને વસુધૈવ કુટુંબકમની ભાવના અપનાવી છે. અમે ‘ભારતમાં નિર્મિત’, ‘ભારતમાં સંશોધિત’ રસી આખી દુનિયામાં પૂરી પાડી રહ્યા છીએ અને લોકોને કોવિડ 19 સામે રક્ષણ મેળવવામાં મદદરૂપ થઇ રહ્યા છીએ.”ઇન્ડિયા પેવેલિયનના આયોજકોને અભિનંદન આપતા ડૉ. માંડવિયાએ કહ્યું હતું કે, “આ પેવેલિયન ભારતની ભવ્ય સંસ્કૃતિ અને તેની સ્વતંત્રતાના 75 વર્ષની સફરની ઝાંખી કરાવે છે અને તેના ઉદ્યોગો તેમજ વિકાસ અંગે વિગતવાર માહિતી પૂરી પાડે છે. નવા અને આત્મનિર્ભર ભારતની થીમ સાથે, પેવેલિયન ખરેખરમાં વસુધૈવ કુટુંબકમ (વિશ્વ એક પરિવાર છે)નો સિદ્ધાંત પ્રદર્શિત કરે છે અને ભારતનો ભવ્ય સાંસ્કૃતિક વારસો બતાવે છે.ઇન્ડિયા પેવેલિયનમાંથી ડૉ. માંડવિયાએ કરેલા ટ્વીટ સંદેશામાં લખ્યું હતું કે, “#Expo2020Dubaiના #IndiaPavilion ખાતે @FICCI_India ના અધિકારીઓ સાથે મુલાકાત થઇ. ફાર્મા અને આરોગ્ય ક્ષેત્રને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી. મોદી સરકાર ભારતમાં આરોગ્ય ક્ષેત્રના રૂપાંતરણ અને મજબૂતીકરણ માટે અથાક મહેનત કરે છે અને આ ક્ષેત્રની શક્તિ વધારી રહી છે, તેને આત્મનિર્ભર બનાવી રહી છે.”ડૉ. માંડવિયાએ DP વર્લ્ડના ગ્રૂપ ચેરમેન અને CEO આદરણીય સુલતાન અહેમદ સુલયેમ સાથે પણ મુલાકાત કરી હતી અને એક્સ્પો 2020 ખાતે UAE, US તેમજ સાઉદી અરેબિયાના પેવેલિયનની પણ મુલાકાત લીધી હતી.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button