ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 143.83 કરોડને પાર

ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 143.83 કરોડને પાર
છેલ્લા ચોવીસ કલાકમાં 63 લાખ ડોઝ આપવામાં આવ્યા
સાજા થવાનો દર હાલમાં 98.38%
છેલ્લા 24 કલાકમાં 13,154 દૈનિક નવા કેસ નોંધાયા
ભારતમાં સક્રિય કેસનું ભારણ (82,402)
સાપ્તાહિક પોઝિટિવિટી દર (0.76%) 46 દિવસથી 1% કરતા ઓછો છેલ્લા 24 કલાકમાં 63,91,282 રસી ડોઝના વહીવટ સાથે, ભારતનું કોવિડ -19 રસીકરણ કવરેજ 143.83 કરોડ (1,43,83,22,742)ના સીમાચિહ્ન આંકને વટાવી ગયું છે. સવારે 7 વાગ્યાના કામચલાઉ ડેટા મુજબ, આ 1,53,47,226 સત્રો દ્વારા પ્રાપ્ત થયું છે.આજે સવારે 7 વાગ્યા સુધી કામચલાઉ અહેવાલ મુજબ સંચિત આંકડાનું વિભાજન:
HCWs |
પ્રથમ ડોઝ | 1,03,87,375 |
બીજો ડોઝ | 97,01,876 | |
FLWs |
પ્રથમ ડોઝ | 1,83,85,386 |
બીજો ડોઝ | 1,68,75,942 | |
18 થી 44 વર્ષ સુધીનું વય જૂથ | પ્રથમ ડોઝ | 49,76,01,405 |
બીજો ડોઝ | 32,67,56,163 | |
45 થી 59 વર્ષ સુધીનું વય જૂથ | પ્રથમ ડોઝ | 19,40,91,039 |
બીજો ડોઝ | 14,90,18,597 | |
60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી | પ્રથમ ડોઝ | 12,11,54,096 |
બીજો ડોઝ | 9,43,50,863 | |
કુલ | 1,43,83,22,742 |
મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસમાંથી 3,42,58,778 દર્દીઓ સાજા થઇ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં વધુ 7,486 દર્દીઓ સાજા થયા છે.આના કારણે એકંદરે સાજા થવાનો દર 98.38% થયો છે. રિકવરી રેટ હાલમાં માર્ચ 2020 પછીની સર્વોચ્ચ ટોચ પર છે.