ગુજરાત
પુલવામાં આતંકી હુમલા ઠેર ઠેર બદલો લેવા પ્રદર્શન

દેશભરમાં પુલવામાના આતંકી હુમલાની નિંદા કરી રહ્યો છે. ઠેર ઠેર બદલો લેવા વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. દરેક લોકો પોત પોતાની રીતે રોષ વ્યક્ત કરી રહ્યા છે. જવાનોના બલીદાનથી દેશની તમામ પ્રજા શોકગ્રસ્ત સાથે ગર્વ પણ કરી રહી છે. પુરો દેશ આજે એક જોવા મળી રહ્યો છે.
ત્યારે પુલવામા માં થયેલ આતંકી હુમલા માં શહિદ થયેલા જવાનો ને શ્રધ્ધાજલિ અર્પણ કરવા નંદેસરી ગામ માં , કોયલી ગામ માં ,પદમલા ગામ માં, અનગઢ ગામ માં,બાજવા ગામમાં આ દરેક ગામ ના સામાજિક અગેવાનો અને ગામ ના અગ્રણીઓ દ્વારા તથા સમસ્ત ગ્રામ જનો દ્વારા અલગ અલગ જગ્યા એ કેન્ડલમાર્ચ યોજી શહીદો ને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માં આવી.
શહીદો ને શ્રધ્ધાજલિ અર્પણ કરવા યોજાયેલ કેન્ડલમાર્ચ માં ગ્રામ જનો મોટી સંખ્યા માં જોડાયા હતાં અનેં શહીદો ને
શ્રધ્ધાજલિ અર્પણ કરી હતી.
રિપોર્ટર
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)