વ્યાપાર

માર્ક ઝુકરબર્ગ કરતા ધનવાન બની ગયા મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી, એક દિવસમાં મેટાના ફાઉન્ડરને લાગ્યો ઝટકો

માર્ક ઝુકરબર્ગ માટે ૩ ફેબ્રુઆરીનો દિવસ ખરાબ સ્વપ્ન સમાન સાબિત થયો જ્યારે મેટા (પહેલા ફેસબુકના) શેરોમાં કાલે એટલે કે ગુરૂવારે ૨૬ ટકાનો મોટો ઘટાડો નોંધાયો છે. તેના કારણે ફેસબુકના ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગની કંપની મેટાને ૨૦૦ અબજ ડોલરનું નુકસાન થયું છે.
એક મોટી વાત છે કે તેના કારણે મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગ ની સંપત્તિમાં ૨૯ બિલિયન ડોલરનો ઘટાડો થયો છે અને તે ૨૦૧૫ બાદ પ્રથમવાર વિશ્વના ટોપ ૧૦ સૌથી ધનવાન લોકોમાંથી બહાર થઈ ગયા છે. ટોપ ૧૦ લિસ્ટમાંથી બહાર થવાને કારણે તે ધનવાનોની યાદીમાં ભારતીય બિલેનિયર મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી કરતા પાછળ રહી ગયા છે.
મેટાના શેરોમાં ઘટાડા બાદ બ્લૂમબર્ગ બિલિનેયર ઇન્ડેક્સના શરૂઆતી આંકડા અનુસાર ઝુકરબર્ગની સંપત્તિ ૨ ફેબ્રુઆરીએ ઘટીને ૯૭ અબજ ડોલર થઈ ગઈ, જે પહેલા ૧૨૦.૬ અબજ ડોલર હતી. સંપત્તિમાં આટલો મોટો ઘટાડો જાેનાર એકમાત્ર અન્ય વ્યક્તિ એલન મસ્ક છે. તેમને નવેમ્બર ૨૦૨૧માં ટેસ્લાના શેરોમાં ઘટાડા બાદ ૩૫ બિલિયનનું નુકસાન થયું હતું. મસ્કને જાન્યુઆરીમાં પણ ૨૫.૮ અબજ ડોલરનું નુકસાન થયું હતું.
ભારતમાં ડેટાના ભાવમાં થયેલા વધારાએ ડિસેમ્બર, ૨૦૨૧ના ત્રિમાસિક ગાળામાં મેટા (અગાઉનું ફેસબુક)ના વપરાશકર્તા વૃદ્ધિને મર્યાદિત કરી હતી. સોશિયલ મીડિયા જાયન્ટે ગુરુવારે આ વાત કહી. ટેલિકોમ કંપનીઓ ભારતી એરટેલ, વોડાફોન આઈડિયા અને રિલાયન્સ જિયોએ ડિસેમ્બર ક્વાર્ટરમાં તેમની મોબાઈલ સર્વિસ રેટમાં ૧૮-૨૫ ટકાનો વધારો કર્યો છે.
ડિસેમ્બર ૨૦૨૧ના ક્વાર્ટરમાં મેટાનો નફો આઠ ટકાના ઘટાડા બાદ ૧૦.૨૮ અબજ ડોલર રહી ગયો હતો, જે એક વર્ષ પહેલા સમાન ગાળામાં ૧૧.૨૧ અબજ ડોલર હતો. મેટાના મુખ્ય નાણાકીય અધિકારી ડેવ વેનરે કહ્યુ હતુ કે ફેસબુકના પ્રયોગકર્તાઓની સંખ્યામાં વૃદ્ધિ ઘણા કારણે પ્રભાવિત થઈ છે. ભારતમાં ડેટા પેકેજનું મૂલ્ય વધવાને કારણે વૃદ્ધિ પ્રભાવિત થઈ છે.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button