શુભપ્રસંગ માટે વણજાેયું મુહુર્ત એટલે વસંત પંચમી

શનીવારે વસંત પંચમી મહાશુદ પાંચમને શનીવારના દિવસે વસંત પંચમી છે. આ દિવસને વસંત પંચમી શ્રીપંચમી મદન પંચમી તરીકે ઓળખાય છે. આ વર્ષે વસંત પંચમીના દિવસે પણ લગ્નનું મુહૂર્ત છે આથી આ દિવસ વધારે મહત્વનો ગણાશે.રાજ્યમાં મોટાભાગના લગ્ન વસંત પંચમીના દિવસે થશે. વસંત પંચમીના દિવસે કોઇપણ નવાશુભ કાર્યની શરૂઆત કરવી શુભ છે. ખાસ કરીને વસંત પંચમીના દિવસે સરસ્વતી માતાજીની પુજાનું મહત્વ વધારે છે.
વસંત પંચમીના દિવસે ખાસ કરીને વિદ્યાર્થી લોકોએ સરસ્વતી માતાજીની પુજા કરવી જાેઇએ. મા સરસ્વતીનુ પુજન કરવાથી વિદ્યાબળ વધે છે, યાદશક્તિ વધે છે. અભ્યાસમાં એકાગ્રતા આવે છે. શનીવારે વસંત પંચમીના દિવસે સવારે નિત્ય કર્મ કરી અને ત્યાર પછી એક બાજાેઠ અથવા પાટલા ઉતર સફેદ વસ્ત્ર પાથરી તેના ઉપર ચોખાની ઢગલી કરી મા સરસ્વતીની છબી રાખવી, માતાજીને ચાંદલો-ચોખા કરવા, દિવો અગરબતી કરવી ત્યારબાદ આ મંત્રની માળા કરવી ઓમ ઐં રીમ કલીં મહા સરસ્વતી દેવ્યૈ નમઃ આ મંત્રની ૧, ૩ કે પાંચ જેટલી માળા થાય તેટલી કરવી ત્યારબાદ માતાજીને મીઠાય ધરાવી આરતી કરવી અને ક્ષમા યાચના માગવી, આમ પુજન કરવાથી વિદ્યાબળ વધે છે અને અભ્યાસમાં એકાગ્રતા આવે છે.
વસંત પંચમીના દિવસે વિષ્ણુભગવાન શ્રીકૃષ્ણ ભગવાન, રાધાજી સહિત પુજન કરવું પણ ઉત્તમ છે. મનોકામના સિધ્ધ કરનારૂં છે. તથા જે લોકોના લગ્ન ન થતા હોય તો આ દિવસે રાધા-કૃષ્ણનું પૂજન કરી અને શ્રીકૃષ્ણ શરમં મમનો એક માળા કરવી લગ્ન યોગ થશે. આ વર્ષે તા.૨૧/૨/૨૨થી ગુરૂનો અસ્ત હોતા ત્યારબાદ લગ્નના મુહુર્ત નથી આથી ફેબ્રુઆરી મહિનામાં તા.૫, ૬, ૭, ૧૦, ૧૬, ૧૭ના જ લગ્નના મુહુર્તો છે. આમ ખાલી થોડા જ લગ્નના મુહુર્તો હોતા વસંત પંચમીના દિવસે આ વર્ષે ઘણા લગ્નો છે. ત્યારબાદ સિધા એપ્રિલ મહિનામાં તા.૧૫/૪/૨૦૨૨થી લગ્નના મુહુર્તની શરૂઆત થશે.