રમત ગમત

એન્ડી ફ્લાવર પીએસએલ અધવચ્ચે છોડી આઇપીએલની તૈયારી માટે આવ્યા

ઝિમ્બાબ્વેનાં સૌથી સફળ ક્રિકેટરોમાંનાં એક, એન્ડી ફ્લાવરને નવી આઇપીએલ ફ્રેન્ચાઇઝી લખનઉ સુપર જાયન્ટ્‌સ દ્વારા આગામી ૨૦૨૨ સીઝન માટે મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ઈંગ્લેન્ડનાં ભૂતપૂર્વ મુખ્ય કોચ એન્ડી ફ્લાવર ૨૦૨૦ અને ૨૦૨૧ સીઝનમાં પંજાબ કિંગ્સનાં કોચિંગ સ્ટાફનો ભાગ હતા. જાેકે, સુલ્તાનનાં મીડિયા વિભાગે પુષ્ટિ કરી હતી કે, ફ્લાવર વર્ચ્યુઅલ રીતે ઉપલબ્ધ હશે અને તે ૧૩ ફેબ્રુઆરીએ પાકિસ્તાન પરત ફરશે. મોહમ્મદ રિઝવાનની આગેવાની હેઠળની ટીમ વર્તમાન પીએસએલ ૨૦૨૨ સિઝનમાં શાનદાર ફોર્મમાં છે અને તેણે આ સિઝનની તમામ મેચો જીતી છે.
ફ્લાવરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “લખનઉની નવી ફ્રેન્ચાઇઝીમાં જાેડાવા માટે હું અતિ ઉત્સાહિત છું અને આ તક માટે હું ખૂબ જ આભારી છું. ભારતમાં ક્રિકેટ પ્રત્યેનો જુસ્સો અજાેડ છે અને આઇપીએલફ્રેન્ચાઇઝીનું નેતૃત્વ કરવું એ ખરેખર એક વિશેષાધિકાર છે.” અને હું લખનઉ ખાતે ડૉ. ગોએન્કા અને ટીમ સાથે નજીકથી કામ કરવા માટે ઉત્સુક છું.” લખનૌ આઇપીએલ ફ્રેન્ચાઇઝીએ કે.એલ. રાહુલ સહિત ત્રણ ખેલાડીઓની પણ પસંદગી કરી છે, જેઓ આગામી સિઝન માટે દક્ષિણ આફ્રિકા સામેની વનડે શ્રેણીમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરશે. આ યાદીમાં ઓસ્ટ્રેલિયાનાં ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઈનિસ અને અનકેપ્ડ ભારતીય લેગ સ્પિનર રવિ બિશ્નોઈનું નામ સામેલ છે. લખનઉ ફ્રેન્ચાઇઝી ૬૦ કરોડ રૂપિયાનાં પર્સ સાથે ફેબ્રુઆરીની હરાજીમાં જશે. ટીમે રાહુલને ૧૫ કરોડ, માર્કસ સ્ટોઈનિસને ૧૧ કરોડ અને બિશ્નોઈને ૪ કરોડ ચૂકવ્યા છે.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button