સિદ્ધુની ભવિષ્યવાણી, કોંગ્રેસ જ ઈચ્છ છે નબળું નેતૃત્વ

પંજાબના મુખ્યમંત્રી પદના ઉમેદવારને લઈને કોંગ્રેસ પાર્ટીમાં વિવાદ ચાલુ છે. પાર્ટીના સૂત્રોનું કહેવું છે કે, આ લડાઈમાં સીએમ ચરણજીત સિંહ ચન્ની અને પ્રદેશ અધ્યક્ષ નવજાેત સિંહ સિદ્ધુ આમને-સામને છે. આ દરમિયાન સિદ્ધુ ગાંધી પરિવાર સામે ખુલ્લેઆમ બળવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે.ટોચના નેતૃત્વ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, પાર્ટીમાં ટોચ પર બેઠેલા લોકો નબળા મુખ્યમંત્રી ઈચ્છે છે.
ઉલ્લેખનિય છે કે, લાંબા સમયથી મુખ્યપ્રધાન પદની ઝંખના કરી રહેલા સિદ્ધુએ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં અમરિન્દર સિંહને જ્યારે પાર્ટીએ હટાવ્યા ત્યારે તેમનું સપનું લગભગ પૂરું થઈ ગયું હતું, પરંતુ ત્યારે જ પાર્ટીએ ચરણજીત સિંહ ચન્નીને મુખ્યપ્રધાન બનાવ્યા હતા.
ચન્ની હવે સિદ્ધુને પાછળ છોડી દેતા જાેવા મળે છે જે જાહેર હરીફાઈ રહી છે. કાૅંગ્રેસે ૨૦ ફેબ્રુઆરીની પંજાબ ચૂંટણી માટે ચન્નીને બે મતવિસ્તારો સોંપ્યા છે, જે દર્શાવે છે કે, તેઓ મુખ્ય પ્રધાન માટે પક્ષની પસંદગી હોઈ શકે છે અને જાે તેઓ એક બેઠક ગુમાવે તો તેમને બેકઅપ આપવામાં આવ્યું છે.
અટકળોના આ રાઉન્ડમાં સિદ્ધુએ ગઈકાલે તેમની તમામ જાહેર સભાઓ રદ કરી અને વૈષ્ણોદેવીની યાત્રા માટે રવાના થઈ ગયા. સૂત્રોનું કહેવું છે કે, રાહુલ ગાંધી રવિવારે લુધિયાણામાં નામની જાહેરાત કરી શકે છે.