જેલમાં સચિન વાઝેને ર્નિવસ્ત્ર કરી, ગાળો આપી દબાણ આપવામાં આવે છે

પોલીસ સચિન વાઝેને ત્રાસ આપે છે. જેલમાં વાઝેને ર્નિવસ્ત્ર કરી ગાળો આપી દબાણ આપવામાં આવે છે. એવો વધુ એક ગંભીર આરોપ માજી પોલીસ કમિશનર પરમબીર સિંહે કર્યો છે. મને સૂત્રો પાસેથી વાઝેને ત્રાસ અપાતો હોવાની માહિતી મળી હતી. એમ પરમબીરે કહ્યું હતું. ઈડીની પૂછપરછ દરમિયાન પરમબીરે અનેક ચોંકાવનારી કબૂલાત કરી હતી.
પરમબીર સિંહે ઈડીને આપેલા નિવેદનની આરોપત્રમાં નોંધ લેવામાં આવી છે. ચાંદીવાલ આયોગની ઓફિસમાં વાઝે અને અનિલ દેશમુખની મુલાકાત થઈ હતી. ત્યારે ઈડીને આપેલું નિવેદન પાછુ ખેંચી લેવા દેશમુખે વાઝે પર દબાણ કર્યું હતું. આ બાબતે બંને વચ્ચે ચર્ચા થઈ હતી. એવો આરોપ પરમબીરે કર્યો હતો. તેમજ થાણે ક્રાઈમ બ્રાન્ચના સિનિયર પોલીસ ઓફિસર લક્ષ્મીકાંત પાટીલે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં વાઝે હતા તે સમયે ચર્ચા કરી હતી. તેમણે વાઝે પર દબાણ કર્યું હતું. એમ પરમબીરે ઈડીને જણાવ્યું હતું.
વર્ષ ૨૦૨૦માં સચિન વાઝેને ફરી પોલીસ વિભાગમાં નોકરીમાં લેવા તાત્કાલિક ગૃહપ્રધાન અનિલ દેશમુખનું દબાણ હતું. આ ઉપરાંત મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે અને પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરેએ સ્પષ્ટ સૂચના આપી હતી. પરિવહન પ્રધાન અનિલ પરબ પોલીસ દલીની યાદી આપતા હતા. એવો આરોપ અગાઉ પરમબીર સિંહે કર્યો હતો.