નંદેસરી GIDC. માં આવેલ ઋબામિન કંપની માં કેમિકલ ભરેલી ટેન્ક ફાટતા એક કર્મચારી ગંભીર રીતે દાજયો હતો.

નંદેસરી GIDC. માં આવેલ ઋબામિન કંપની માં કેમિકલ ભરેલી ટેન્ક ફાટતા એક કર્મચારી ગંભીર રીતે દાજયો હતો.
પ્રાપ્ત માહીતી અનુંશાર આજરોજ સવારે શહેર નજીક આવેલ નંદેસરી GIDC માં આવેલ ઋબામિન કંપની માં જ્વલનશીલ કેમિકલ ભરેલી ટેન્ક અચાનક ફાટી હતી,
કેમિકલ ભરેલી ટેન્ક અચાનક ફાટતા કંપની માં કામ કરી રહેલો યુવરાજ નામના કામદાર ગંભીર રીતે દાજયો હતો જેને પગલે અન્ય કામદારો માં ભારે ફફડાટ ફેલાયો હતો.
વધુ માં બીજા અન્ય 2 કર્મચારી પણ દાજયા હોવાની માહિતી મળી હતી,
કંપની સત્તાઘીશો એ દઝાયેલ કામદાર યુવક ને સારવાર અર્થે શહેર ની ભાઈલાલ અમીન હોસ્પિટલ ખાતે ખસેડી સમગ્ર ઘટના સતાંળવા નાં પ્રયાસ ચાલુ કરી દીધાં હતાં,
અત્રે ઉલ્લેખનીય છે કે નંદેસરી GIDC માં અનેક કેમિકલ કંપની આવેલી છે અનેં કંપની ઓ માં વારંવાર આવી ગંભીર પ્રકાર ની ઘટના બનતી આવી છે.
તેમ છતા કંપની સત્તાધીશો દ્વારા કોઈ સાવધાની રાખવા નાં પ્રયાસ કરવા નાં બદલે ઘટના સતાંડવા માં વ્યસ્ત બની જાય છે ત્યારે તંત્ર દ્રારા આવા બનાવો ને ધ્યાન માં રાખી કંપની સંચાલકો ઉપર કડક વલણ રાખવું જોઇયે તેવી લોક માંગ ઉઠવા પામી છે.
વધુ માં નંદેશરી GIDC માં આવી ઘણી કંપનીઓ દ્વારા ઘટના છુપાવવાના પ્રયાસો વધુ બની રહ્યા છે, સેફટી ના અભાવે આવી ઘટના બન્યા કરે છે,
સેફટી ઇસ્પેક્ટરે અને GPCB એ આવી કંપનીઓ પર કાયદેસર ની કાર્યવાહી કરવી જોઈએ.
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)